દિવાળી પર માવઠાના એંધાણ! ગુજરાતમાં આ તારીખ વરસાદ મચાવશે તાંડવ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel Weather Prediction: રાજ્યના નાગરિકોને દિવાળીના સૌથી મોટા તહેવાર પર પણ વરસાદની ચિંતા સતાવી રહી છે. જો આગાહી સાચી ઠરશે, તો ખેડૂતોથી લઈને સામાન્ય જનતા અને તહેવારની તૈયારીઓમાં લાગેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અંબાલાલના મતે, આ ફેરફારો ક્લાઇમેટ ચેન્જના સંકેત પણ હોઈ શકે છે. ગુજરાતને આ વરસાદી સંકટમાંથી ક્યારે રાહત મળે છે, તેના પર સૌની નજર રહેલી છે.

1/5
image

ગુજરાતમાં એકતરફ દિવાળી અને નવા વર્ષને આડે હવે માત્ર ગણ્યા ખરા દિવસો છે, બીજી તરફ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એક વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવરાત્રિ બાદ હવે દિવાળી પણ મેઘરાજા બગાડશે.

2/5
image

પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પરનું સુસ્પષ્ટ લૉ પ્રેશર આજે તે જ વિસ્તારમાં યથાવત છે. તેની સાથે સંકળાયેલું સાઈક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ આગળ વધવાનું અને આગામી 12 કલાક દરમિયાન વધુ નબળું પડીને માત્ર લૉ પ્રેશર એરિયામાં ફેરવાઈ જવાની સંભાવના છે.

3/5
image

અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ 18થી 28 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. મધ્ય અને ઉત્તર ભારતમા વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. નવેમ્બરમાં મોટુ સાયક્લોન સર્જાય તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે અને આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે. 

4/5
image

અંબાલાલ પટેલે દરિયાખેડુઓને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ ચેતવણી આપી છે. તોફાની પવનો અને વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ રહેવાની શક્યતા છે. બેમોસમી વરસાદ હંમેશા ખેડૂતો માટે આફત લઈને આવે છે. આ આગાહીને પગલે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. 

5/5
image

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થવાની સંભાવના છે. જો લણણીના સમયે વરસાદ આવે તો મગફળીનો પાક જમીનમાં જ સડી જવાની કે ગુણવત્તા બગડી જવાની ભીતિ રહે છે. ઉલ્લેખનીય છે કે, અંબાલાલ પટેલની આ આગાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતમાંથી હજી ચોમાસાની સંપૂર્ણ વિદાય થઈ નથી.