ગુજરાત પર ડબલ આફત! ચક્રવાત બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતોએ ફરી કુદરતી આફત સામે બાથ ભીડવા માટે તૈયાર રહેવું પડશે. કેમ કે જગતના તાત પર ફરી ઘાત આવી રહી છે અને એ પણ એક નહીં બે-બે ઘાતનો ખેડૂતોએ સામનો કરવો પડશે. ત્યારે ખેડૂતો માટે અંબાલાલ પટેલે શું કરી છે ડરામણી આગાહી?
ગુજરાતના ખેડૂતોથી જાણે કુદરતી રૂઠી છે. દિવાળી પર આવેલા માવઠાએ ખેડૂતોના મગફળી, ડાંગર સહિતના અનેક પાકનો તો જાણે સોથ વાળી દીધો છે. કુદરતે એવો પાક બગાડ્યો કે ખેડૂતના હાથમાં અન્નનો એક દાણો પણ ન આવ્યો. જગતનો તાત હજુ આ માવઠાના મારથી ઉભો નથી થયો ત્યાં ખેડૂતો પર વધુ એક ઘાત આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહીથી ખેડૂતોએ ફરી પોતાના પાકને બચાવાવ માટે તૈયાર રહેવું પડશે.
અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની રહેલાની અંબાલાલ પટેલે શક્ચતા વ્યક્ત કરી છે. અંબાલાલની આગાહી મુજબ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તાપમાનનો પારો 13-14 ડિગ્રી સુધી નીચે જશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડીના ચમકારા બાદ વાવાઝોડાનું સંકટ આવશે. 20 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે. સુપર સાયક્લોન ભીષણ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. નવેમ્બરના અંતમાં 100ની ઝડપે પવન ફૂંકાશે અને માવઠું પણ થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માત્ર ચક્રવાત જ નહીં, આ ચક્રવાત બાદ માવઠાની પણ આગાહી કરી છે. એટલે કે પહેલાં ભીષણ ચક્રવાતથી અને બાદમાં ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો વાવાઝોડા બાદ 2 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. 6 ડિસેમ્બરથી વાતાવરણ પલટાશે. 15-16 ડિસેમ્બરે માવઠાની અસર દેખાશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં 18 ડિસેમ્બરે ભારે માવઠુ થશે.
ખેડૂતો હજુ એક માવઠાના મારમાંથી બેઠા થયા નથી ત્યાં ફરી બે-બે માવઠા આવી રહ્યા છે. પહેલાં નવેમ્બરના અંતમાં ચક્રવાત વરસાદ લાવશે, પછી ડિસેમ્બરના મધ્યમાં માવઠું થશે. ત્યારે જો અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી તો ખેડૂતોના જીરું, વરિયાળી, ઇસબગુલ, પપૈયા, નાળીયેરી સહિત ટામેટાં, રીંગણ, મરચાં જેવા શાકભાજીનો પણ સોથ બોલશે.
Trending Photos




