લખી રાખજો! અંબાલાલ પટેલની છે ગુજરાત માટે નવી આગાહી, આ જિલ્લાઓમાં થશે ઉથલપાથલ

Ambalal Patel Prediction: આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે ડિસેમ્બરના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. 

1/9
image

આમ, અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે. ગુજરાતનું વાતાવરણ ફરી બગડવાનું છે. ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. જેની અસર જગતના તાત ખેડૂતો પર થશે. 

2/9
image

હવામાનના આ અપડેટથી રાજ્યના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે. ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના પર એક નજર કરીએ. 

3/9
image

IMDએ વરસાદને લઇને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 14 ડિસેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય તેવી શક્યતા છે. તે 15 ડિસેમ્બરે નીચા દબાણનું ક્ષેત્ર બનાવે અને આગામી 48 કલાકમાં તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. 

4/9
image

જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે. તામિલનાડુ અને પુડુચેરીમાં 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેરળમાં 17-18 ડિસેમ્બરે ભારે વરસાદ પડશે. આંધ્ર પ્રદેશમાં 16-17 અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 15 ડિસેમ્બરે વરસાદની સંભાવના છે.

5/9
image

તેમણે કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે. આગામી 48 કલાક સુધી ઠંડી રહેશે, પરંતુ 17 ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ધીમે-ધીમે વધવા લાગશે. જો કે ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધીને 18 થી 20 ડિગ્રી સુધી જઈ શકે છે. 

6/9
image

આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 27 થી 28 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 28 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આમ છતાં ક્યારેક એકાદ-બે ડિગ્રી તાપમાન ઉપર-નીચે જઈ શકે છે. જ્યારે 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળવાયું આવશે અને ક્યાંક-ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.

વાદળો આવશે, વરસાદ લાવશે

7/9
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે. 

ક્યાં કેટલુ તાપમાન રહેશે

8/9
image

આ દિવસોમાં તાપમાન વિશે તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલના ભાગોમાં 10 ડિગ્રીથી નીચું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે. જૂનાગઢના ભાગોમાં 14 ડિગ્રી તો રાજકોટમાં 15  ડિગ્રીથી નીચે પારો જશે. જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 16 થી 18 ડિગ્રી તાપમાન રહેશે. આમ, રાજ્યભરમાં મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સુધી જઈ શકે છે. 

ડિસેમ્બર જ નહિ, જાન્યુઆરીમાં પણ માવઠું આવશે

9/9
image

ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.