ઠંડી વચ્ચે ગુજરાતમાં ફરી માવઠાના એંધાણ! વાવાઝોડું અને વરસાદની અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી
Ambalal Patel Forecast: હાલમાં બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ માં તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગે પવન ફૂંકાવાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વમાંથી ભારે પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં દાહોદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. રાજ્યમાં શિયાળાની ઋતુની દસ્તક વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઘટવાની શક્યતા છે. યુરોપ અને એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી પડી રહી છે. 18 નવેમ્બરથી 20 નવેમ્બર તાપમાનમાં વધારો થશે. હાલમાં લગભગ વાતારવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.

ઠંડી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર માવઠાના એંધાણ વર્તાઈ શકે છે. 19 નવેમ્બર બાદ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે. 15 નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની શક્યતા રહેશે અને 18 નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. 28થી મધ્યમ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 19 નવેમ્બર આસપાસ આરબ સાગરમાં લો પ્રેશર બનશે. તો બીજી તરફ, 24 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન બનવાની શક્યતા છે. આ કારણે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. નવેમ્બરના અંત તબક્કા વાતાવરણમાં મોટો પલટો આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા છે.

22 નવેમ્બર દેશના ઘણા ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. 19 તારીખથી હળવા વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા, નવેમ્બરના અંતમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. હમણાં સવારના ભાગમાં રાજ્યના ભાગોમાં ઠંડીનો ચમકારો વધે, ઉત્તરગુજરાતના ભાગોના કેટલાક ભાગમાં 13 ડિગ્રીએ પારો જઈ શકે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડી વર્તાઈ શકે, દરિયાકિનારાના ભાગોમાં 20 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે, રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 17થી 18 ડિગ્રી રહી શકે, મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી રહી શકે.

અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, રવિ પાકોમાં માટે સાનુકુળ વાતાવરણ રહશે. ઘઉં, જીરું સહિતના પાકો માટે હવામાન સારું રહેવાનું અનુમાન છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરી સુધીમાં લાનીનો બનવાનાં સંકેતને પગલે ઠંડી વધારે પડવાની શક્યતા છે.
Trending Photos




