વાવાઝોડા અંગે અંબાલાલની ડરામણી આગાહી, 'પવનની ગતિ એટલી હશે કે કાચા મકાનના છાપરા ઉડી જશે'
Ambalal Patel Prediction: ગુજરાતમાં આવી રહેલા વાવાઝોડા અંગે રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે. ચક્રવાત અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે.
આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, 21 અને 22મેના રોજ ભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, વીજળીના કડાકા સાથે ભારે વરસાદ અને 40-60km પ્રતિ કલાક ઝડપ સાથે પવન ફૂંકાઈ શકે, 22 મે ના રોજ ઓન દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા ભારે વરસાદની આગાહી.
22 મે થી હવામાન વિભાગની વાવાઝોડા અને વરસાદની આગાહી છે ત્યારે ખાસ કરીને જિલ્લા માં વાવાઝોડાની પરિસ્થિતિ અને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની શું તૈયારીઓ કરી છે ત્યારે પાલનપુર શહેરમાં પણ વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું તૈયારીઓ છે.
23, 24, 25 સાર્વત્રિક વરસાદ આવી શકે, 26 અને 27 છૂટો છવાયો વરસાદ આવી શકે, અરબી સમુદ્રમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ સ્થિતિ ઉદભવી છે, આગામી 12 કલાક બાદ લો પ્રેશર અને 36 કલાક બાદ અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિ ઉદભવશે, આ સ્થિતિમા ભારે વરસાદ આવી શકે, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
આગામી 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા રહેલી છે. જેના કારણે દરિયામાં પવન 50-60 કિ,મીના રહેશે અને ધીરે ધીરે પવનની ગતિ 100 કિ.મી સુધી પહોંચશે. આગામી 23-24-25 મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ઘમરોળશે અને તેના કારણે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેટલો વરસાદ પડશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરતામાં 10-12 ઇંચ સુધી વરસાદ પડશે. 26 મે સુધી ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવશે. વાવાઝોડાની અસર 31 મે સુધી રહેશે. અંબાલાલે જણાવ્યું છે કે રાજ્યના તમામ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. ગુજરાતના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે વાવાઝોડાની ભયાનક આગાહી કરતા જણાવ્યું છે કે આ વરસાદ ભારે ગાજવીજ અને કડાકા ભડાકા વાળો રહેશે. જમીનના સ્તરે પર પવનની ગતિ 35-50 કિ.મીની રહેશે. પવનની ગતિ એટલી તેજ રહે છે કે કાચા મકાનના છાપરા ઉડી જાય અને ઘેટા બકરાના બચ્ચા ફંગોળાઈ જાય. આ ચક્રવાતના કારણે આજકાલમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચી શકે છે.
Trending Photos