બેસતું વર્ષ બગડશે! અંબાલાલે દિવાળીના તહેવારો વચ્ચે આ તારીખોએ કરી વરસાદની આગાહી

Ambala Weather Forecast : સમગ્ર રાજ્યભરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ધીમા પગલે ઠંડીની એન્ટ્રી થઈ ગઈ છે. ચાર દિવસ બાદ આવી રહેલા દિવાળીના તહેવાર પર વરસાદ પડશે કે નહી, અંબાલાલ પટેલે શું કહ્યું?

બેવડી ઋતુ ફરી વળી

1/4
image

રાજ્યમાં ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડક તો બપોરે ગરમી પડે છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરના પવનોના કારણે તાપમાન ઘટ્યું છે. રાજ્યમાં શિયાળાનું વહેલું આગમન થયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. જો કે, બપોરે આકરો તાપ પડતો હોવાથી ગરમીનો અનુભવ તો થાય જ છે. અમદાવાદમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 13 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ડબલ સિઝનના કારણે રોગચાળામાં વધારો થયો છે. 

તહેવારોમાં વરસાદ આવશે કે નહિ 

2/4
image

અંબાલાલ પટેલની નવી આગાહી કહી છે કે, દિવાળીના તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. જેને કારણે દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવેમ્બર ની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. 

અંબાલાલ પટેલની આ તારીખો નોંધી લેજો 

3/4
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યુ કે, 13 થી 17 ઓક્ટોબર ‌વાદળછાયુ વાતવરણ રહેશે. 18 થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. 18 થી 21 માં ઓક્ટોબર અરબી સમુદ્ર હલચલ જોવા મળશે. જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા રહે છે. 

દિવાળીએ વરસાદ આવશે 

4/4
image

તેમણે કહ્યું કે, બેસાતા વર્ષ હવામાન બગડે શક્યતા રહે છે. નવેમ્બરની શરૂઆતમાં દેશના ઉત્તર પર્વતીય હિમ વર્ષાની શક્યતા જોવા મળી રહી છે. જેના બાદ 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફુકાશે. નવેમ્બરની શરૂઆતમાં દેશના દક્ષિણ ભારતમાં ભારતથી અતિભારે વરસાદ થતાં ગુજરાતમાં વાદછાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં માવઠું થવાની શક્યતા છે.