'શકિત' વાવાઝોડા બાદ અંબાલાલની ભારે આગાહી; ગુજરાતના આ વિસ્તારોમાં દિવાળી બગાડશે મેઘો!

Ambalal Ni Agahi: અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું નબળું પડ્યું. વાવાઝોડાની અસરથી ભેજવાળા પવનો અમદાવાદ સુધી આવી પહોંચ્યા છે. જેથી અમદાવાદમાં 4 દિવસ સુધી ઝાપટાંની વકી છે. ગુજરાતના અનેક જિલ્લાઓને આજે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. હજુ 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 
 

1/5
image

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યેલો અલર્ટ છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાટે છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે લેટેસ્ટ માહિતી આપતા કહ્યું કે,  આજે શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે. અને શક્તિ વાવાઝોડું ધીમે ધીમે શાંત પડશે. હવામાન નિષ્ણાતે આગામી દિવસો માટે જે આગાહી કરી છે તે ખતરનાક છે. 

2/5
image

અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. આ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

3/5
image

વાવાઝોડાની અસર વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, બે દિવસ દરિયો રફ રહેશે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર તથા કચ્છમાં વરસાદ થઈ શકે છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે. આ કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ આવી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 

4/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે, તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. આ કારણે દિવાળીનો તહેવાર બગડી શકે છે. દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલુ જ નહિ, નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.  

5/5
image

રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. 'શક્તિ' વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે 'શક્તિ' વાવાઝોડું ધીમું પડ્યું છે. ગુજરાતમાં 'શક્તિ'વાવાઝોડાની અસર નહીં થાય.