અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી : ગુજરાતમાં વાતાવરણમાં મોટા પલટાના સંકેત, નવું ચોમાસું સક્રિય થયું
Cyclone Alert : કાતિલ ઠંડીની આગાહી વચ્ચે કમોસમી વરસાદનું વિઘ્ન ટપકી પડ્યું છે. ગુજરાતમાં વાતાવરણમાં મોટા પલટાના સંકેત સાથે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
ઠંડીના ચમકારા વચ્ચે આગાહી પલટાશે

હાલમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ બરાબર જામી છે અને લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. યુરોપ અને એશિયા ખંડમાંથી ફૂંકાતા ઠંડા પવનો રાજ્યમાં ઠંડીનું જોર વધારી રહ્યા છે. જોકે, આ દરમિયાન ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે, આગામી 18 થી 20 નવેમ્બર દરમિયાન તાપમાનમાં નજીવો વધારો થશે અને વાતાવરણ હાલ પૂરતું શુષ્ક રહેવાની શક્યતા છે.
નવેમ્બરમાં અરબ સાગરમાં લો પ્રેશર બનશે

નવેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાના સંકેતો છે. 19 નવેમ્બરની આસપાસ આરબ સાગરમાં લો પ્રેશર બનશે, જ્યારે 24 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા તો ચક્રવાત સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ્સના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે નવેમ્બરના અંતમાં ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળશે. જોકે, ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, આ સમયગાળા દરમિયાન રચાતું હવામાન ઘઉં, જીરું સહિતના રવિ પાકો માટે ઘણું સાનુકૂળ રહેશે.
આ તારીખથી શિયાળો અસલી જોર પકડશે

શિયાળાનું અસલી જોર હવે ડિસેમ્બર મહિનાથી શરૂ થશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધશે, પરંતુ હાડ થીજવતી કાતિલ ઠંડીનો પ્રારંભ 22 ડિસેમ્બર બાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, જાન્યુઆરી મહિના સુધીમાં લા-નીનો બનવાના સંકેતો છે, જે ચાલુ વર્ષે વધારે ઠંડી પડવાની પૂરી સંભાવના દર્શાવ છે.
આ કયું ચોમાસું સક્રિય થયું

દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, જેથી લોકોની સમસ્યા વધી ગઈ છે. ઉત્તર અને મધ્ય ભારત શીતલહેર, પુમ્મસ અને નીચે ગગડતા પારાની ઝપેટમાં આવી ગયું છે. ઉત્તર ભારતમાં ઠંડી હવે તેનું રૌદ્ર રૂપ દર્શાવશે. બીજીબાજુ હવામાન વિભાગે પર્વતીય ભાવો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષાની ચેતવણી આપી છે તથા દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસાની અસરના કારણે ભારે વરસાદની એલર્ટ અપાઈ છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં વરસાદના પગલે ઠંડી વધી શકે છે.
Trending Photos




