આગામી ચોમાસાને લઈને અંબાલાલની ડરામણી આગાહી! આ વર્ષે કેવો પડશે વરસાદ? દુષ્કાળની સંભાવના છે કે નહીં?
Ambalal Patel Weather Forecast : રંગોના તહેવાર હોળીની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે શુક્રવારે 9 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હોળીને જાળ કઈ દિશામાં જાય છે તેના આધારે નિષ્ણાત લોકો ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો વરતારો શું કહે છે અને આ વર્ષે કેવું રહેશે ચોમાસુ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વના રાજ્યો મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને નાગાલેન્ડમાં કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં ભારે ગરમી અને હીટવેવને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હોળીની જ્વાળા નૈઋત્ય અને પશ્ચિમની હોવાથી ચોમાસું સારૂં રહેશે. માવઠું થવાની શક્યતાઓ પણ રહેલી છે. રાજ્યમાં 20 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે. અગ્નિની જ્વાળા સીધી આકાશ તરફ, પૂર્વ દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ જવાને લઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે ત્યાં જ હોલિકા દહનની અગ્નિની જ્યોત દક્ષિણ દિશા તરફ જતી હોય તો તેને અશુભ માનવામાં આવે છે.
અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેતો આપવામાં આવ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી. સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી. આ વખતે ગુજરાતમાં ચોમાસું ખુબ જ સારુ રહેવાનું છે. આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેમનો પાક સારો રહેવાનો છે.
વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસામાં આ વર્ષે અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે. એટલે કે આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા છે. સમગ્ર ગુજરાત સહિત ભારતમાં હોળીની ઉજવણી થઈ રહી છે. આજે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું. વર્ષો જૂની પરંપરા દ્વારા હોળીની જાળ જોઈને ચોમાસુ કેવું રહેશે તેનો વરતારો કાઢવામાં આવતો હોય છે.
આ રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાનમાં જોરદાર પવન અને ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે. મધ્ય ભારતના છત્તીસગઢમાં 3 દિવસ સુધી તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં.
IMD અનુસાર, એક સપ્તાહ દરમિયાન બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયમાંથી પસાર થશે. જેના કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, આગામી એક સપ્તાહ સુધી દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે, આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
આ રાજ્યોમાં તાપમાન વધશે
મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં આગામી 4-5 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. છત્તીસગઢ, તેલંગાણામાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર સહિત પૂર્વ ભારતમાં દિવસના તાપમાનમાં ઓછામાં ઓછો 5 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. 16 માર્ચે બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
Trending Photos