અરબી સમુદ્રની સિસ્ટમે સીધો જ વળાંક લીધો! ગુજરાતમાં થશે અસર, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

Ambalal Patel Rain forecast: અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. 15 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. 16થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. 

1/5
image

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે. 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે.   

2/5
image

8 નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે. જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. ઠંડા પવનો શિયાળાની વાવણી માટે ખૂબ અનુકૂળ છે. ખાસ કરીને ઘઉં અને જીરું જેવા પાક માટે. 5 નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે. તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે. 23થી 26 નવેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અને માવઠા જેવું વાતાવરણ બની શકે છે.

3/5
image

અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભુ થશે.  23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે.  ચક્રવાતને કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.  8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે.

4/5
image

અંબાલાલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે.  સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી હતી.  સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. પવનોની દિશા બદલતા વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે.

9થી 10 નવેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા

5/5
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન નબળું પડી ગયું છે. ધીમે ધીમે રાહત મળતી જશે અને શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ બનતું જશે.  8 નવેમ્બર સુધી દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે. 9થી 10 નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. 18થી 20 નવેમ્બરમાં સક્રિય થવાની શક્યતાઓ છે.  જેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે.