અરબી સમુદ્રમાંથી આવશે તોફાન! ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, બે દિગ્ગજ હવામાન નિષ્ણાંતની આગાહી

Gujarat Weather News: ભરઉનાળે ગુજરાતમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે...કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે ત્યારે હજુ પણ આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી આપી છે. બીજીતરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની આગાહી કરી છે.

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો

1/6
image

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે વાવાઝોડું પહોંચી શકે છે. અરબ સાગરમાં વાવાઝોડું પ્રબળ બને તેવી સંભાવના પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આગામી સમયમાં લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. 

અંબાલાલની આગાહી

2/6
image

ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. 

3/6
image

મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે. 28 મે બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે. દક્ષિણ-પૂર્વના તટિય વિસ્તારમાં ભારે વરસાદ થશે.

4/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે. જો ચોમાસા પર વાવાઝોડાની અસર ઓછી થાય તો 28મી મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસુ પહોંચશે. 3 જૂન સુધીમાં કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદ થશે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે. 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે. 

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી

5/6
image

આજે અને આવતીકાલે 21 તેમજ 22 મે ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તો 23થી 25 તારીખ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે...જ્યારે 26 અને 27 તારીખે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે...

6/6
image

અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ ઉભી થઈ છે અને આગામી 12 કલાક બાદ સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે તેમજ 36 કલાક બાદ અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિ ઉદ્ભવશે,,જેથી ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.