Ambani Family Dubai Villa: `એન્ટીલિયા`ને ટક્કર મારે તેવો છે અનંત-રાધિકાનો દુબઈવાળો અલ્ટ્રા લક્ઝુરિયસ વિલા! જુઓ PICS
સમુદ્ર કિનારે બનેલો આ બંગલો પામ (હથેળી) શેપ્ડ આર્ટિફિશિયલ ટાપુના ઉત્તર ભાગમાં છે. તેમાં 10 બેડરૂમ, એક પ્રાઈવેટ સ્પા, સલૂન, મોટો ડાઈનિંગ એરિયા, અને ઈનડોર અને આઉટડોર પૂલ છે.
અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અને નીતા અંબાણીએ વર્ષ 2022માં આ પ્રોપર્ટી ખરીદી હતી. સમુદ્ર કિનારે બનેલો આ પામ જુમેરાહ (દુબઈના સૌથી ખાસ વિસ્તારોમાંથી એક)માં આવેલો છે.
મિન્ટમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ આ ડીલ દુબઈની મોંઘી ડીલમાંથી એક હતી. જો કે આ ડીલના ગણતરીના અઠવાડિયા બાદ મુકેશ અંબાણીએ કુવૈતી ટાઈકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી પામ જુમેરાહમાં એક વધુ પ્રોપર્ટી 163 મિલિયન ડોલર ( લગભગ 1350 કરોડ રૂપિયા)માં ખરીદીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.
બંગલાની ખુબસુરતી અને તેની ડિઝાઈનની વાત કરીએ તો તેનો કોઈ તોડ નથી. તેની મોર્ડન ડિઝાઈન તેને શાનદાર અને આરામદાયક બનાવે છે. આ સંપત્તિ અનેક વૈશ્વિક સ્તરની સુવિધાઓથી લેસ છે.
બંગલામાં ઈનડોર અને એક આઉટડોર સ્વિમિંગ પુલ છે. આ બંને પુલ આરામ કરવા અને મસ્તી કરવા માટે એકદમ પરફેક્ટ છે. આ સિવાય બંગલાનો એક એક ખૂણો લક્ઝુરિયસ હોવાની સાક્ષી પૂરે છે.
તેનો ડાઈનિંગ એરિયા મોટા મોટા પ્રોગ્રામ પ્રમાણે ડિઝાઈન કરાયો છે. અહીં ફેમિલી સાથે ભોજન કરવા કે મહેમાનોને ઈનવાઈટ કરવાનો એક અલગ જ અનુભવ હશે.
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહમ પત્ની વિક્ટોરિયા બેકહમ સાથે અંબાણી પરિવારના દુબઈમાં નવા પાડોશી બની શકે છે.
આ બંગલો 3000 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તેમાં 10 મોટા બેડરૂમ અને અનેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ છે. તેની અંદર 70 મીટર લાંબો પ્રાઈવેટ બીચ છે જે તેના લક્ઝરી અહેસાસને વધારે છે. આ કારણ છે કે ઘરમાં રહેતા લોકોને સમુદ્ર કિનારાની મજા લેવા માટે ક્યાંય બીજે જવાની જરૂર પડતી નથી.
એવું કહેવાય છે કે અંબાણી પરિવારના એક જૂના મિત્ર પરિમલ નથવાણી આ વિલાની દેખભાળ કરશે. તેઓ કંપનીમાં ડાયરેક્ટરના પદે છે અને સાંસદ (રાજ્યસભા) પણ છે.