અમદાવાદની આ દુકાનનો આઈસ્ક્રીમ ખાય છે અંબાણી પરિવાર, પ્રીવેડિંગ સેરેમનીમાં મચાવી હતી ખુબ ધૂમ
પ્રી વેડિંગ દરમિયાન પીરસવામાં આવેલા વ્યંજન અને તેની રેસિપીએ પણ લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યુ હતું. પહેલા રિપોર્ટ્સમાં એવું આવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન 2500 વ્યંજન પીરસવામાં આવશે અને કેટલાક દેશી બ્રાન્ડ્સને પણ મેન્યુમાં સામેલ કરાશે. પ્રી વેડિંગ સેરેમની દરમિયાન સૌથી વધુ ચર્ચા અમદાવાદના શંકર આઈસ્ક્રીમની રહી.
શંકર આઈસ્ક્રીમને આ ખાસ અવસરે સૌથી સારી ફ્લેવરવાળા આઈસ્ક્રીમ રજૂ કરવા માટે પસંદ કરાયા હતા. આ કંપની 1960થી અમદાવાદમાં ઉત્તમ ક્વોલિટીના પ્રીમિયમ આઈસ્ક્રીમ બનાવે છે. કંપનીનું નેતૃત્વ ડાયરેક્ટર ભવ્યેશ સમનાનીના હાથમાં છે. તેઓ ત્રીજી પેઢીના ઉદ્યોગપતિ છે. જેમણે 2013માં પિતા અરુણભાઈ સમનાની પાસેથી કંપનીની બાગડોર સંભાળી હતી.
શંકર આઈસ્ક્રીમ કંપનીની શરૂઆત ભવ્યેશના દાદા ગોપીલાલ સમનાનીએ અમદાવાદના લોગાર્ડન વિસ્તારમાં કરી હતી. ભવ્યેશને પૈતૃક ધંધા સાથે ખુબ લગાવ છે. વર્ષ 2017માં તેમણે અમદવાદમાં શંકર આઈસ્ક્રીમ લાઈબ્રેરી નામથી આઈસ્ક્રીમ પાર્લર પણ શરૂ કર્યું.
શંકર આઈસ્ક્રીમની યાદીમાં કાળા જાંબુ, જાંબુ-મેંગો મિક્સ, તરબૂચ, બેરીઝ જેવા અનોખા ફ્લેવર છે. શંકર આઈસ્ક્રીમ લાઈબ્રેરી તરફથી અત્યાર સુધીમાં 1300થી વધુ પ્રકારના આઈસ્ક્રીમ તૈયાર કરાયા છે. જેમાં અનેક પ્રકારના ફૂલ, મેવા, ચોકલેટ અને ફળ સામેલ છે.