દર 7મા બોલ પર સિક્સ...ગેલ કે પોલાર્ડ નહીં, આ ખેલાડી છે IPLનો નંબર વન સિક્સર કિંગ
Most Sixes in IPL : IPLની દરેક સિઝનમાં ઘણી સિક્સર લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે કયો ખેલાડી સૌથી આગળ છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો દબદબો રહ્યો છે.
Most Sixes in IPL : IPL વિશ્વની સૌથી મુશ્કેલ લીગમાંથી એક છે. IPLમાં દર વર્ષે સિક્સરોની સંખ્યા વધી રહી છે. આ લીગના ઈતિહાસમાં એવા ઘણા બેટ્સમેન છે જેમણે ચોગ્ગાથી વધુ છગ્ગા ફટકાર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોપ બેટ્સમેન કોણ છે ?
આઈપીએલમાં સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેન પર નજર કરીએ તો આ લિસ્ટમાં ક્રિસ ગેલ ટોપ પર છે. ગેલે આ લીગમાં સૌથી વધુ 357 સિક્સર ફટકારી છે.
જો કે, બેટિંગ દરમિયાન સૌથી ઓછા બોલની ગેપમાં સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ગેઈલનું નામ થોડું નીચે આવે છે. આ લિસ્ટ પર નજર કરીએ તો આન્દ્રે રસેલનું નામ સૌથી ઉપર આવે છે. આન્દ્રે રસેલ તેની ઇનિંગ્સના લગભગ દરેક 7મા બોલ પર સિક્સર ફટકારે છે. IPLમાં સિક્સર મારવાની રસેલની ફ્રિકવન્સી 6.8 છે.
આ યાદીમાં બીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝ ટીમના સાથી નિકોલસ પૂરનનું નામ આવે છે. પુરન તેની ઇનિંગ્સના લગભગ દરેક 8મા બોલને બાઉન્ડ્રીની બહાર ફટકારે છે. આ પછી સુનીલ નારાયણ આ યાદીમાં આગળ આવે છે. નારાયણ તેની ઇનિંગ્સના દરેક નવમા કે દસમા બોલ પર સિક્સર ફટકારે છે.
આ મામલે ક્રિસ ગેલનો રેકોર્ડ નારાયણ જેવો જ છે. ત્યારબાદ આ યાદીમાં આગળ કિરોન પોલાર્ડ છે જેની સિક્સર મારવાની એવરેજ લગભગ 10.4 બોલ છે. એટલે કે પોલાર્ડ તેની ઇનિંગ્સના દરેક 10મા કે 11મા બોલ પર સિક્સર મારતો હતો. આ યાદીમાં આગળ શિવમ દુબે 10.6 ની ફ્રીક્વન્સી સાથે છે. મતલબ તેનો રેકોર્ડ પોલાર્ડ જેવો જ છે.
જોકે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. ગેલ 357 છગ્ગા સાથે ટોપ પર છે. જ્યારે એબી ડી વિલિયર્સ 251 છગ્ગા સાથે બીજા નંબરે છે. આ સિવાય કિરોન પોલાર્ડે 223 સિક્સર ફટકારી છે અને રસેલ પણ 212 સિક્સર સાથે આ યાદીમાં સામેલ છે.
Trending Photos