અનિલ અંબાણી જીવે છે એક રાજા જેવી જિંદગી, 5000 કરોડનો 'રાજ મહેલ', 311 કરોડનું જેટ, જુઓ PHOTOs
Anil Ambani House: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના હાથમાંથી વધુ એક કંપની નીકળી ગઈ છે. અંતે, રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીના હાથમાંથી હિન્દુજા જૂથની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) ના હાથમાં ગઈ.
Anil Ambani: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના હાથમાંથી વધુ એક કંપની નીકળી ગઈ છે. અંતે, રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીના હાથમાંથી હિન્દુજા જૂથની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) ના હાથમાં ગઈ. હિન્દુજા ગ્રૂપે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. 20,000 કરોડની કિંમતની રિલાયન્સ કેપિટલના નવા માલિક હવે અનિલ અંબાણી નહીં પણ હિન્દુજા ગ્રૂપ હશે. અનિલ અંબાણીએ ભલે કંપની ગુમાવી હોય, પરંતુ તેમની લક્ઝરી લાઈફમાં કોઈ ઘટાડો થયો નથી. અનિલ અંબાણી કરોડોની કિંમતના આલીશાન મકાનમાં રહે છે અને વૈભવી જીવન જીવે છે.
અનિલ અંબાણીના ઘર
અનિલ અંબાણી ભલે થોડા વર્ષો પહેલા નાદાર થઈ ગયા હોય, તેમની પાસે કરોડો અને અબજોનું દેવું હોવા છતાં, ભલે તેમની કંપનીઓ વેચાઈ રહી હોય, પરંતુ તેઓ વૈભવી જીવન જીવે છે. અનિલ અંબાણીનું મુંબઈના એક પોશ વિસ્તારમાં 17 માળનું ઘર છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે.
અનિલ અંબાણીના ઘરનું નામ
અનિલ અંબાણીના ઘરનું નામ એબોડ (Abode) છે, તે 16000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. વર્ષ 2000માં આ બિલ્ડિંગ રિલાયન્સે ખરીદી હતી, જે ભાગલા પછી અનિલ અંબાણીના હિસ્સામાં આવી ગઈ હતી. આ ઈમારતમાં ખૂબ જ ભવ્યતા છે, જે તેને કોઈ મહેલથી ઓછી બનાવતી નથી . બિલ્ડિંગની છત પર હેલિપેડ પણ છે, જ્યાંથી હેલિકોપ્ટર લેન્ડ થઈ શકે છે.
અનિલ અંબાણીના ઘરમાં શું શું છે?
અનિલ અને ટીના અંબાણી પોતાના બે પુત્રો અને પુત્રવધૂ સાથે આ ઘરમાં રહે છે. તેમના ઘરમાં એક ખુલ્લો સ્વિમિંગ પૂલ, વિશાળ ટેરેસ ગાર્ડન, મલ્ટીપલ જીમ અને ગેરેજ છે. દરેક સભ્ય માટે અલગ ફ્લોર છે. સામે મુંબઈની સ્કાયલાઈનનો નજારો, ઘરનું ઈન્ટિરિયર ઈન્ટરનેશનલ લવલનું છે.
કેટલી છે કિંમત
અનિલ અંબાણીના ઘરની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયાની આસપાસ છે. આ ઘર બહારથી જેટલું વિશાળ લાગે છે, અંદરથી પણ એટલું જ સુંદર લાગે છે. ઘરની અંદરના ભાગમાં મહેલ જેવી વિશેષતાઓ છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની તુલનામાં અનિલ અંબાણીના ઘર ચોક્કસપણે નાનું છે, પરંતુ તેની ભવ્યતા ઓછી નથી.
311 કરોડનું જેટ
અનિલ અંબાણીની પ્રાઈવેટ જેટ ફ્લાઈટ છે. અલ્ટ્રા લોન્ગ જેટ Bombardier Global Express XRSની કિંમત 311 કરોડ રૂપિયા છે. ટાઈમ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આ લક્ઝુરિયસ પ્રાઈવેટ જેટમાં ત્રણ કેબિન ઝોન છે. અંબાણી પરિવાર તેની મુસાફરી માટે તેનો ઉપયોગ કરે છે.
કેટલી છે સંપત્તિ
કુલ નેટવર્થના સંદર્ભમાં મુકેશ અને અનિલ અંબાણીની સંપત્તિમાં ઘણો તફાવત છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 91.3 અબજ ડોલર છે, જ્યારે અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીની સંયુક્ત સંપત્તિ 2500 કરોડ રૂપિયાથી વધુ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં અનિલ અંબાણીની કુલ સંપત્તિ 42 અબજ ડોલરથી વધુ હતી. અનિલ વિશ્વના ટોચના અમીરોમાં સામેલ હતા.
Trending Photos