ગુજરાતના આ જિલ્લામાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી! આવી રહ્યું છે નવેમ્બરમાં મોટું સંકટ!
Ambalal Patel Weather Forecast: જોકે 'શક્તિ' વાવાઝોડું હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. સૌરાષ્ટ્ર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વાવાઝોડા બાદ પણ માવઠું પીછો નહીં છોડે! 'શક્તિ' બાદ નવેમ્બરમાં ફરી વાવાઝોડાનો મારો ચાલું જ રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી.

ગુજરાતના ખેડૂતો માટે ફરી ચિંતાના સમાચાર સામે આવ્યા છે. આગામી 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થશે. આજથી 13મી સુધી વાતાવરણમાં રહી શકે છે પલટો. આગામી 24 કલાક દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ (દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર) અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ (ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ) તથા સંઘ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીને પગલે તમામ દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં સંપૂર્ણપણે વિદાય લઈ લે તેવી શક્યતા છે, પરંતુ ત્યાં સુધી કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે માછીમારો અને દરિયાકિનારે રહેતા લોકોને સાવચેત રહેવાનો સંદેશ આપે છે.

હવામાન વિભાગની આગાહીના પગલે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. અરબ સાગરમાં સક્રિય થયેલું 'શક્તિ' વાવાઝોડું હવે ધીમું પડીને નબળું થઈ રહ્યું છે.

પૂર્વીય અને ઉત્તરપૂર્વીય ભારતમાં પણ સિસ્ટમ એક્ટિવ થઇ છે. અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હવે નબળું પડ્યું છે. ચક્રવાત શક્તિ દ્વારકા-નલિયાથી 900 કિમી દૂર છે. ચક્રવાતમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, આ ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ ચક્રવાતના કારણે 10 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે.
Trending Photos



