Besan Face Packs: ચણાના લોટમાં કઈ કઈ વસ્તુઓ ભેળવી ચહેરા પર લગાડી શકાય ? આ રહ્યો જવાબ
How to get Glowing Skin in Summer: ચણાનો લોટ દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. આ લોટની મદદથી ઉનાળામાં ત્વચાની સુંદરતા જાળવી શકાય છે અને વધારી પણ શકાય છે. ચણાના લોટમાં ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓ ઉમેરી સ્કિન પર અપ્લાય કરવામાં આવે તો ત્વચા પર ચાંદ જેવો નિખાર આવી જાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ વસ્તુઓ સાથે ચણાનો લોટ મિક્સ કરી ચહેરા પર લગાડી શકાય.
ચણાનો લોટ અને હળદર
ચણાના લોટમાં હળદર મિક્સ કરીને લગાડવાથી સ્કિન સાફ થાય છે. 2 ચમચી ચણાના લોટમાં ચપટી હળદર મિક્સ કરવી અને ચહેરા તેમજ ગળા પર લગાડો. આ પેસ્ટને રોજ લગાડશો તો ચહેરા પર ચાંદ જેવો નિખાર દેખાશે.
ચણાનો અને દહીં
2 ચમચી ચણાના લોટમાં 1 ચમચી દહીં ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા તેમજ ગરદન પર અપ્લાય કરો. આ પેસ્ટ લગાડવાથી ચહેરાના ડાઘ દુર થશે અને ત્વચાની રંગત સાફ થશે.
ચણાનો લોટ અને ગુલાબજળ
ચણાના લોટમાં ગુલાબજળ મિક્સ કરી લગાડવાથી ત્વચાને ઠંડક મળે છે. તેનાથી તડકાના કારણે ડેમેજ થયેલી સ્કિન રીપેર ઝડપથી થાય છે. આ ફેસપેક પણ રોજ લગાડી શકાય છે.
ચણાનો લોટ અને દૂધ
ચણાના લોટમાં દૂધ ઉમેરી ફેસપેક બનાવો અને તેને ચહેરા તેમજ ગરદન પર લગાડો. 10 થી 15 મિનિટ પછી હળવા હાથે મસાજ કરી ફેસપેકને સાફ કરો. તેનાથી સ્કિનમાં છુપાયેલી ગંદકી પણ સાફ થશે અને સ્કિન પર તુરંત ગ્લો દેખાશે.
ચણાનો લોટ અને એલોવેરા
ચણાના લોટમાં એલોવેરા જેલ મિક્સ કરી ચહેરા પર લગાડો. તેનાથી સ્કિન પર નિખાર વધે છે અને સાથે જ ખીલ મટે છે.
Trending Photos