Corona ની જે દવાને લઇને દેશભરમાં હાહાકાર, હવે એક ફોન કરવાથી ઘર પર થશે ડિલીવરી

કોરોના પોઝિટિવ (Corona Positive) દર્દીની સારવારમાં રેમડેસિવિર (Remdesivir) દવા અને પ્લાઝમા (Plasma) થેરાપી ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. જો તમને અથવા તમારા કોઈ રિલેટિવ કોરોના સંક્રમિત થઈ ગયા છે તો આ દવાથી તેમની સારવાર પણ કરાવી શકો છો. તમે જાણો છો કે આ દવા અને પ્લાઝ્મા માટે કેવી રીતે ઓર્ડર કરી શકો છો.

આ 4 કંપનીઓ ભારતમાં બનાવે છે રેમડેસિવિર

1/6
image

રેમડેસિવિરનું પેટન્ટ અમેરિકાની કંપની ગિલિએડ સાયન્સિસ પાસે છે. તેમણે ચાર ભારતીય કંપનીઓ સાથે આ દવા બનાવવાનો એગ્રિમેન્ટ કર્યો છે. આ ચાર કંપનીઓમાં સિપ્લા, હેટેરો લેબ્સ, જ્યુબલિએન્ટ લાઈફસાયન્સિસ અને મિલાનનું નામ સામેલ છે. આ કંપની ખુબજ મોટા પ્રમાણમાં રેમડેસિવિરનું પ્રોડક્શન કરી છે અને દુનિયાના લગભગ 126 દેશોમાં તેને એક્સપોર્ટ કરે છે.

આ નંબરો પર કોલ કરી મંગાવો રેમડેસિવિર

2/6
image

આ ચાર કંપનીઓએ તેમનો નંબર જાહેર કર્યો છે. જેના પર કોલ કરી તમે દવાનો ઓર્ડર આપી શકો છો. તમે Cipla ના 8657311088 પર કોલ કરી શકો છો. આ ઉફરાંત Hetero ના 040-40473535 પર, Jubiliant ના 9819857718 પર અને Mylan ના 7829980066 પર કોલ કરી શકો છો.

ઇબોલા દરમિયાન ચર્ચામાં આવી હતી રેમડેસિવિર

3/6
image

તમને જણાવી દઈએ કે રેમડેસિવિર (Remdesivir) દવાનો ઉપયોગ પહેલા હેપેટાઇટિસ સીની (Hepatitis C) સારવારમાં થતો હતો. આ દવા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે 2014 માં ઇબોલા નામનો વાયરસ આફ્રિકન દેશોમાં ફેલાયો હતો. તે સમયે સારવાર માટે રેમડેસિવિરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે તે સૌથી વધારે અસરકારક એન્ટિવાયરલ દવા છે.

ઓનલાઇન કરી શકો છો પ્લાઝ્માની ડિમાન્ડ

4/6
image

ત્યારે ભારતમાંથી કોઈપણ જગ્યાએથી પ્લાઝ્મા લેવા માટે તમે https://dhoondh.com વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. સૌ પ્રથમ, તમારે અહીં રજીસ્ટર કરવું પડશે. આ પછી પ્લાઝ્માની સ્થિતિ તપાસ કરવામાં આવશે. જો તમને તમારા વિસ્તારમાં પ્લાઝ્મા છે તો તમને તે મળશે.

આ સાઈટ પર પણ કરી શકો છો વિઝિટ

5/6
image

આ સિવાય તમે સાઇટ http://plasmadonor.in/ અને https://plasmaline.in/ પર પણ વિઝિટ કરી પ્લાઝ્મા લેવાનો પણ પ્રયાસ કરી શકો છો. આ સાઇટ દિલ્હીની આસપાસના 12 શહેરોમાં સેવા પૂરી પાડે છે.

પ્લાઝ્મા ડોનેટ કરવા માટે અહીં કરો રજિસ્ટ્રેશન

6/6
image

જો તમે તાજેતરમાં કોરોનાથી સ્વસ્થ થયા છો, તો કોરોના સામે લડવા માટે તમારા શરીરમાં પ્લાઝ્મા હોવો આવશ્યક છે. આના દ્વારા અન્ય કોરોના દર્દીઓની સારવાર કરી શકાય છે. પ્લાઝ્માનું દાન કરવા માટે, તમે http://needplasma.in/ વેબસાઇટ અને https://plasmaline.in/ સાઇટની મુલાકાત લઈને પ્લાઝ્માનું દાન પણ કરી શકો છો.