Matrimonial પર તમે જીવનસાથી શોધી રહ્યા છો? જો જો લગ્નના ઉન્માદમાં છેતરાતાં નહીં

ઘણી વાર જે દેખાતું હોય છે તે હોતું નથી અને હોય છે તે દેખાતું નથી. આ વાત અત્યારના સમયમાં સાર્થક થઈ છે. તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમે એક એવા ભેજાબાજને ઝડપ્યો જે મેટ્રોમોનિયલ સાઈટ પર લોભામણી જાહેરાત આપીને રીતસર યુવતીઓને ચુંબકની જેમ આકર્ષતો હતો અને પછી કરતો તેમના શરીરનો ઉપભોગ અને પૈસા ખંખેરતો. આ ભેજાબાજે 50 યુવતીઓને પોતાનો શિકાર બનાવી. એવું નથી કે યુવકો જ યુવતીઓને ફસાવે છે પણ કેટલાક કિસ્સાઓમાં યુવતીઓ પણ યુવકોને ફસાવી તેમને ખંખેરી લે છે.

Jan 23, 2021, 05:52 PM IST

અમદાવાદ: જોડી ઉપરથી જ બનીને આવે છે તેવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. અલગ અલગ જ્ઞાતિ, ધર્મના લોકો પણ જીવનસાથી તરીકે એકબીજાને પસંદ કરીને સુખેથી જીવન વીતાવતા હોય તેવા અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે. સારા જીવનસાથીની શોધમાં અનેક લોકો યોગ્ય સમયની રાહ પણ જુએ છે અને જો એક સાચો લાઈફપાર્ટનર મળી જાય તો પછી જીવનમાં બીજું જોઈએ જ શું. યુવાનો યોગ્ય જીવનસાથીની શોધ માટે અત્યારે મેટ્રોમોનિયલ સાઈટ્સ પર વધુ સર્ચ કરતા થયા છે. નોંધણી કરાવે છે રૂપિયા ખર્ચે છે. પણ જો આટલા પ્રયાસ અને આટલી આશા વચ્ચે કોઈના પર ભરોસો મૂકો તો થોડી તો સાવચેતી રાખવી જ જોઈએ. આ સાવચેતી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે અને મેટ્રોમોનિયલ સાઈટ પરથી યુવક કે યુવતીઓને છેતરતાં આવા ભેજાબાજોથી બચવાની સલાહ આપી છે.

1/6

સાઈટ પર મૂકેલી માહિતી સાચી છે કે નહીં?

સાઈટ પર મૂકેલી માહિતી સાચી છે કે નહીં?

મેટ્રોમોનિયલ સાઈટ પર જ્યારે પણ કોઈ યુવક કે યુવતી પ્રોફાઈલ બનાવે છે તેની માહિતી સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવી જરૂરી છે. જે તે સાઈટ પર પણ આ માહિતી અંગે અમે કોઈ જવાબદારી નથી લેતા તેવું સૂચન પણ લખવામાં આવે છે. તેથી આવા કોઈ ફેક એકાઉન્ટ છે કે નહીં તેની ખાસ ચકાસણી કરજો. જો તમને સામેવાળા પાત્રએ આપેલી માહિતીમાં થોડી પર શંકા જાય તો તે ક્લિયર કરજો અથવા આવી વ્યક્તિથી આગળ વાત કરવાનું ટાળજો.

2/6

ફેક પ્રોફાઈલમાં સતત પરિવર્તન

ફેક પ્રોફાઈલમાં સતત પરિવર્તન

મેટ્રોમોનિયલ સાઈટ્સ પર કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવે છે અને સમયાંતરે તેમાં માહિતી કે પચી ફોટોમાં કઈકને કઈક બદલતા રહે છે. જો તમે કોઈ પાત્ર પસંદ કર્યું છે અને તમારા ધ્યાને આવે છે કે તે વારંવાર પોતાની પર્સનલ ડિટેઈલ, શોખ, જાતિ અને નોકરી બદલી રહ્યો છે. સાથે જ ફોટો પણ બદલી રહ્યો છે તો સાવચેત થઈ જજો. કારણ કે આવી વ્યક્તિ ખોટી માહિતી મૂકતી હોવાથી નક્કી નથી કરી શકતી કે મેટ્રોમોનિયલ સાઈટ્સ પર કઈ માહિતી યોગ્ય લાગશે. અને શિકારને ફસાવવા વારંવાર પ્રોફાઈલની ડિટેઈલ બદલતો રહે છે.

3/6

થોડી મુલાકાતમાં પૈસા વિશે વાત

થોડી મુલાકાતમાં પૈસા વિશે વાત

વધુ પડતા કિસ્સામાં યુવતીઓ મેટ્રોમોનિયલ સાઈટ્સ પરથી યુવકોનો સંપર્ક કરી તેમને ફસાવી રૂપિયા પડાવી લેતી હોય છે. જ્યારે ભેજાબાજ યુવાનો લગ્નના નામે યુવતીઓનું ના માત્ર શારીરિક શોષણ કરે છે પણ તેમની પાસેથી પૈસાની માગણી પણ કરે છે. અનેક કિસ્સામાં લાખો રુપિયા ખંખેર્યાનું સામે આવ્યું છે. આ મુસીબતમાંથી બચવાનો એક જ ઉપાય છે કે જો તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરો અને થોડા સમયમાં જ તે રૂપિયાની ડિમાન્ડ કરે અથવા રૂપિયા અંગે કઈ વાત કરે તો સાવધાન થઈ જજો. કારણ કે આવી વ્યક્તિ માત્ર રૂપિયા માટે જ તમારો સંપર્ક કરતી હોય છે.

4/6

વધુ પ્રભાવ પાડે તો સાવધાન

વધુ પ્રભાવ પાડે તો સાવધાન

મેટ્રોમોનિયલ સાઈટ્સ પરથી સંપર્ક થયા બાદ એવું બની શકે કે અજાણી વ્યક્તિ જલદી શિકારની શોધમાં ફરતો હોય છે. જેવી કોઈ વ્યક્તિ જીવનસાથી તરીકે તેનામાં રસ દેખાડે તો અને જો તમારા પર વધુ હાવિ થવાનો પ્રયાસ કરે અને તમને વારંવાર એકલા મળવા દબાણ કરે તો સાવધાન થઈ જજો. બની શકે તો મળવા માટેનું દબાણ કરવામાં થોડી પણ કોઈ ગંધ આવે તો એ અજાણી વ્યક્તિથી અંતર બનાવી લેજો.

5/6

ફોટો કે વીડિયોની આપલે ટાળજો

ફોટો કે વીડિયોની આપલે ટાળજો

તમે જ્યારે કોઈ વ્યક્તિને મળ્યા નથી તેના પરિવારને મળ્યા નથી. તેમ છતાં સામેવાળી વ્યક્તિ તમને લગ્ન માટેની 100 ટકા બાંહેધરી આપે છે તો પણ તેના પર ભરોસો રાખતા પહેલા સો વખત વિચાર કરજો. તેની સાથે મોબાઈલ મારફતે પણ કોઈપણ પ્રકારના ફોટો કે વીડિયોની પણ આપલે કરશો નહી. કોઈ લવ લેટર કે ફિલીંગ્સ પણ જ્યાં સુધી તમે તમામ બાબતોમાં નિશ્વિત ન થઈ જાઓ ત્યાં સુધી મોબાઈલમાં પણ લખવાનું ટાળજો.

6/6

યુવાનોએ ખાસ ચેતવવાની જરૂર

યુવાનોએ ખાસ ચેતવવાની જરૂર

ઘણી વાર બાહ્ય દેખાવ અને સારી સારી લખેલી માહિતીથી જીવનસાથી પર ઉતાવળમાં પસંદગીનો કળશ ઢોળી નાખનારા આજના યુવાનોએ ખાસ ચેતવવાની જરૂર છે. કારણ કે ઘણાં ભેજાબાજ યુવક અને યુવતીઓ તમારી લાગણી સાથે રમત રમવા માટે તૈયાર જ બેઠા છે. જેવા તમે તેમની વાતોમાં ફસાયા તો તમને બરબાદ કરીને છોડવામાં કઈ જ બાકી રાખે નહીં.