અર્જુન કપૂરે પોતાના લગ્ન વિશે કર્યો ખુલાસો, મળ્યો અપેક્ષા ન હોય એવો જવાબ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ કપલમાંથી એક છે. બંને સોશિયલ મીડિયાથી લઈને પાર્ટીઓમાં છવાયેલા રહે છે. હાલમાં તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે તેવી સમાચાર સામે આવ્યા હતા. હાલમાં અર્જુન પોતાની ફિલ્મ પાણીપતના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આવા જ પ્રમોશનમાં તેને ખોંખારો ખાઈને કહી દીધુ હતુ કે હાલમાં તેનો લગ્ન કરવાનો કોઈ જ ઇરાદો નથી. 

Dec 2, 2019, 04:25 PM IST

મુંબઈ : મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ કપલમાંથી એક છે. બંને સોશિયલ મીડિયાથી લઈને પાર્ટીઓમાં છવાયેલા રહે છે. હાલમાં તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે તેવી સમાચાર સામે આવ્યા હતા. હાલમાં અર્જુન પોતાની ફિલ્મ પાણીપતના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આવા જ પ્રમોશનમાં તેને ખોંખારો ખાઈને કહી દીધુ હતુ કે હાલમાં તેનો લગ્ન કરવાનો કોઈ જ ઇરાદો નથી. 

1/5

અર્જુનની આગામી ફિલ્મ પાનીપત છે. આશુતોષના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ ત્રીજા પાનીપતના યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધ 14 જાન્યુઆરી, 1761માં મરાઠા તથા અફઘાની શાસક અહમદ શાહ અબ્દાલીના સૈન્ય વચ્ચે થયું હતું. 

2/5

હાલમાં એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું હતું કે હું પ્રોફેશનલ અને પર્સનલ એમ બંને ફ્રંટથી ખુશ છું. હું હંમેશાથી ઘણા ખુલ્લા વિચારોવાળો છું. મારો વિશ્વાસ કરો હું ક્યારે તમને આઘાત નહીં આપું. જો કોઈ જણાવવા જેવી વાત હશે તો હું તમને પહેલા જણાવીશ. હું મારી ખુશીમાં તમને જરૂરથી સામેલ કરીશ.

3/5

એક એન્ટરટેનમેન્ટ ચેનલ સાથે વાતચીત કરતાં મલાઈકાએ કહ્યું કે ખુશી તમારી મગજની મનોદશા પર આધારિત હોય છે. હા, હું ખુશ છું. મલાઈકાએ કહ્યું કે અમે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે લગ્નનો અમારો કોઈ પ્લાન નથી. 

4/5

મળતી માહિતી પ્રમાણે અર્જુન કપૂરના પિતા બોની કપૂર તથા બહેનો આ લગ્નની વિરૂદ્ધમાં છે. તેઓ અર્જુનને આ લગ્ન ન કરવા માટે સમજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.

5/5

અર્જુન કપૂર માને છે કે તે કોઈને તેની પર્સનલ લાઇફ વિશે લખતા ન રોકી શકે. અર્જુનને આ વાતથી કોઈ સમસ્યા નથી.