Pics: સચિન તેંડુલકર, વિરાટ નહીં...આ છે સૌથી ધનાઢ્ય ક્રિકેટર, નેટવર્થ જાણીને આંખો પહોળી થઈ જશે
ક્રિકેટ ભારતમાં એક લોકપ્રિય રમત છે અને ગલીએ ગલીએ તમને ક્રિકેટ રમતા છોકરાઓ કે છોકરીઓ પણ જોવા મળી જાય. ક્રિકેટર્સનો રૂતબો પણ બોલીવુડ કલાકારો જેવો હોય છે. આ રમતમાં પેસો છે, ફેમ છે બધુ જ છે અને એટલે જ લોકોને આકર્ષણ પણ છે. શું તમને ખબર છે કે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટર કોણ છે. જો તમને આ સવાલ પૂછીએ તો સૌથી પહેલા તો તમારા મગજમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી કે ધોની એ નામ મગજમાં આવે પરંતુ શું તમને ખબર છે કે આ દિગ્ગજો કરતા પણ વધુ ધનાઢ્યા ભારતનો એક ક્રિકેટર છે જેણે હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ મેચ પણ નથી રમી છતાં તેની નેટવર્થ જાણીને દંગ રહી જશો.
જાણીતા ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલાના પુત્ર આર્યમન બિરલા દુનિયાના સૌથી ધનિક ક્રિકેટર છે. આર્યમને ઘરેલુ ક્રિકેટમાં મધ્ય પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે પોતાની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ જાન્યુઆરી 2019માં ઈન્દોરમાં આંધ્ર પ્રદેશ સામે રમી હતી. ત્યારબાદ તેઓ ક્રિકેટ છોડી બિઝનેસમાં જોડાઈ ગયા. આજે આર્યમન બિરલા એક સફળ બિઝનેસમેન છે. બિરલા સમૂહના આ વારસદારે 2017-18માં ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો. ત્યારે મધ્ય પ્રદેશ રણજી ટ્રોફી ટીમમાં પસંદગી થઈ હતી. આઈપીએલ 2018માં રાજસ્થાન રોયલ્સે તેમને ટીમમાં સામેલ કર્યા હતા. રાજસ્થાન રોયલ્સે આઈપીએલ ઓક્શનમાં આર્યમનને 30 લાખમાં ખરીદ્યા હતા.
ડીએનએ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આર્યમન બિરલા હાલમાં ફેમિલી બિઝનેસ પર ફોકસ કરે છે. તેમની નેટવર્થ લગભગ 70,000 કરોડ છે. જે સચિન તેંડુલકરની સંપત્તિથી લગભગ 6 ગણી વધારે છે. લગભગ 24 વર્ષ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિતાવનારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલરની નેટવર્થ લગભગ 1200 કરોડ છે. સ્ટાર બેટર વિરાટ કોહલીએ હાલમાં જ કરિયરની ચોથી આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી. કોહલી હાલ આઈપીએલ રમવાની તૈયારી કરી રહ્યો છે. તે આરસીબી તરફથી રમશે. કોહલીનો આઈપીએલમાં પણ શાનદાર રેકોર્ડ છે. તેણે અનેક રેકોર્ડ બનાવ્યા છે.
કોહલીની ગણતરી દુનિયાના સૌથી ફીટ એથલિટ્સમાં થાય છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારા ભારતીય સેલિબ્રિટી છે. કોહલીની કુલ નેટવર્થ 1000 કરોડ છે. આઈસીસીની ત્રણેય ટ્રોફી જીતનારા દુનિયાના એકમાત્ર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કુલ સંપત્તિ લગભગ 923 કરોડ છે.
આર્યમન બિરલાએ 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન તેમણે એક સદી અને એક અડધી સદીની મદદથી કુલ 414 રન કર્યા છે. લિસ્ટ એ (ઘરેલુ ક્રિકટેમાં મર્યાદિતઓવરોની મેચ)ની 4 મેચમાં 34 રન કર્યા. વર્ષ 2019માં આર્યમન બિરલાએ અંગત કારણોસર ક્રિકેટમાંથી બ્રેક લીધો. તેઓ આઈપીએલમાં બે સીઝન રાજસ્થાન રોયલ્સ સાથે રહ્યા. જો કે તેમને એક પણ મેચમાં રમવાની તક મળી નહીં.
Trending Photos