પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે એક નવી ઊંચાઈ હાંસલ કરી! જુદી જુદી આ કેટેગરીમાં અંતર્ગત એવોર્ડ એનાયત

Tue, 11 Jun 2024-9:36 pm,

આ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી છે. આજે ભારતનાં આઇકોનિક સ્થળો પૈકી એક એવા સાબરમતી રિવરફ્રન્ટ પર આ એવોર્ડનું આયોજન થયું છે, તે આનું સૌથી મોટું ઉદાહરણ છે. 

મૂળુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આપણું ગુજરાત એશિયાટિક સિંહોના વસવાટનું સ્થળ, વૈવિધ્યસભર જીવસૃષ્ટિ, વિશાળ દરિયાકિનારો, હેરિટેજ શહેર, બ્લ્યુફ્લેગ બીચ ધરાવતું પ્રવાસનની દૃષ્ટિએ અનોખું રાજ્ય છે. આજે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓને અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

જેના પરિણામે ગત વર્ષે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમ, મરીન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બિઝનેસ ટુરિઝમનો અસીમ વિકાસ થાય તે માટે ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ પ્રયાસરત અને પ્રતિબદ્ધ છે.

આજના સમારોહમાં આઇકોનિક ટુરિઝમ ડેવલમેન્ટ પ્રોજેક્ટની કેટેગરીમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપેન્ટ કોર્પોરેશન લિમિટેડને એવોર્ડ મળ્યો, જ્યારે અન્ય એક એવોર્ડ વડનગરના વિકાસ માટે ગુજરાત ટૂરિઝમને યુનિક ઇનિશિયેટિવ ઓફ ટૂરિઝમ ડેસ્ટિનેશન કેટેગરીમાં અપાયો હતો. 

હોડકો ગામના સરપંચને બેસ્ટ ટુરિઝમ વિલેજ ફોર હોમસ્ટેની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. આમ પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરાયા.

આ એવોર્ડ સમારોહ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રઘવજી પટેલ તથા અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, શહેરના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, રાજકીય અગ્રણી સુરેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ટૂરિઝમના મુખ્ય સચિવ હારિત શુક્લા તથા ઇમેજીકાના ડાયરેક્ટર જય માલપાની સહિત ટૂરિઝમ સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link