ઉચ્ચ રાશિમાં પ્રવેશતા જ અતિચારી ગુરુ કરશે ધનના ઢગલા, વર્ષ 2026માં આ રાશિવાળાને લાગશે લોટરી! ધનાઢ્ય બનો તેવા યોગ

ગુરુ જ્ઞાન, સુખ, સૌભાગ્યના દાતા વર્ષ 2026માં મહત્વપૂર્ણ ગોચર કરશે. અતિચારી ચાલ ચાલી રહેલા ગુરુ 2026માં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે અને 4 રાશિના જાતકોના ઘરમાં પૈસાના જાણે ઢગલા થાય તેવા ચાન્સ છે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/6
image

ગુરુ ગ્રહ 1 વર્ષે ગોચર કરે છે. પરંતુ વર્ષ 2025માં ગુરુ ગોચર કરીને અતિચારી થયા છે અને તેજ ચાલ ચલી રહ્યા છે. હાલ ગુરુ મિથુન રાશિમાં છે અને જલદી વક્રી થશે. 11 નવેમ્બર 2025ના રોજ ગુરુ વક્રી થશે. ત્યારબાદ પણ તે પોતાની ચાલમાં ફેરફાર કરશે. જ્યારે 2 જૂન 2026ની સવારે ગુરુ ગોચર કરીને પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. વર્ષ 2026માં અતિચારી ગુરુનું ગોચર તમામ રાશિઓને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક રાશિઓને ખુબ લાભ કરાવશે.   

વૃષભ રાશિ

2/6
image

વૃષભ રાશિના જાતકોને વર્ષ 2026માં ગુરુનું ગોચર નવી તકો અપાવશે. કરિયરમાં તમને આશા કરતા મોટી સફળતા મળી શકે છે. બેંક બેલેન્સ વધશે. લવ લાઈફ સારી રહેશે. કુંવારાઓના લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. જૂન બાદ વિદેશ મુસાફરી થાય તેવા યોગ છે. સાહસ અને પરાક્રમ વધશે. ભાઈ બહેનનો પ્રેમ વધશે. પરંતુ આળસથી બચજો, નહીં તો તક ગુમાવશો. આધ્યાત્મ તરફ ઝૂકાવ વધશે.   

મિથુન રાશિ

3/6
image

2026માં ગુરુનું ગોચર મિથુન રાશિના જાતકો માટે પ્રગતિના નવા રસ્તા ખોલશે. જીવનમાં ખુશહાલી આવશે અને સમૃદ્ધિ વધશે. બેંક બેલેન્સ વધશે. જૂના રોકાણથી લાભ મેળવી શકો છો અને નવું રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. નવી સ્કીમમાં પૈસા લગાવવાથી તગડું રિટર્ન મળી શકે છે. પરિજનો વચ્ચે પ્રેમ વધશે. તમારી વાણીનો પ્રભાવ વધશે. લોકો તમારી વાત માનશે. શત્રુઓ આપોઆપ ટાઢા થશે. પરિવારમાં સભ્ય વધી શકે છે. માંગલિક આયોજન થઈ શકે છે. 

કર્ક રાશિ

4/6
image

કર્ક રાશિના જાતકો માટે તો આ ગોચર લોટરી લાગે તેવું છે. ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં જશે અને આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. ધન સંપત્તિ વધશે. જૂની સંપત્તિથી પણ લાભ થશે. તમારું મન આધ્યાત્મમાં લાગશે. જો કે કરિયરમાં પણ તમને મોટી સફળતા મળશે. તમારી નિર્ણય ક્ષમતા સારી રહેશે. તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે. વિદ્યાર્થીઓ માટે સમય સફળતા લાવનારો છે. પ્રેમ વિવાહ  કરવાની યોજના પૂરી થશે. દાન પુણ્ય કરવું લાભકારી રહેશે. તમારો યશ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

કન્યા રાશિ

5/6
image

કન્યા રાશિના જાતકોને ગુરુનું ગોચર લાભ કરાવશે. આવકમાં વધારો થવાના પૂરેપૂરા ચાન્સ છે. આર્થિક ઉન્નતિ તમને મોટી રાહત આપશે. મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. ઉચ્ચ પદસ્થ લોકો સાથે સંપર્ક થશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને સારી એવી સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે શુભ છે સમય. સામાજિક દાયરો વધશે. રોકાણથી લાભ થઈ શકે. 

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.