ATM Rules from 1 May: RBI એ ATM ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય કર્યો છે. ફ્રી લિમિટ પછી જો તમે ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તમારે પહેલા કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે. આનો અર્થ એ થયો કે તમારે બેન્કમાંથી તમારા પોતાના રૂપિયા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે.
1/5જો ખિસ્સામાં ATM કાર્ડ હોય, તો તમે જ્યાં પણ જરૂર હોય ત્યાંથી રોકડ ઉપાડી શકો છો. તમે મશીનમાં કાર્ડ નાખ્યું અને તરત જ રૂપિયા નીકળી ગયા, પરંતુ 1 મેથી ATMમાંથી રૂપિયા ઉપાડવાના નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. 1 મેથી ATMમાંથી રૂપિયા ઉપાડવા માટે વધુ ખર્ચ કરવો પડશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ATM ચાર્જમાં વધારાને મંજૂરી આપી દીધી છે. RBIની મંજૂરી પછી વધેલા ચાર્જ આગામી મહિનાથી એટલે કે 1 મેથી લાગુ થશે. HDFC બેન્ક, PNB બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક જેવી બેન્કોએ તેમના ગ્રાહકોને આ અંગે જાણ કરી દીધી છે.
2/5RBI એ ATM ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય કર્યો છે. ફ્રી લિમિટ પછી જો તમે ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તમારે પહેલા કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે. આનો અર્થ એ થયો કે તમારે બેન્કમાંથી તમારા પોતાના રૂપિયા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, બેન્ક તેના ગ્રાહકોને દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. મેટ્રો શહેરોમાં અન્ય બેન્કોના ATMમાંથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે, પરંતુ જો તમે આ લિમિટ પછી ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે.
3/5ઘણા સમયથી ATM ચાર્જ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. ATM ચલાવવાનો ખર્ચ ઘણો વધી ગયો હોવાથી ખર્ચ વધી રહ્યો હતો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ RBIને ચાર્જ વધારવાની ભલામણ કરી હતી, જેને હવે મંજૂરી આપવામાં આવી છે.
4/5જો તમે 1 મે પછી ફ્રી લિમિટથી વધારે વખત AYMમાંથી રોકડ ઉપાડશો તો તમારા ખિસ્સા પર બોજ વધશે. અત્યાર સુધી ફ્રી લિમિટ પછી ATM ટ્રાન્ઝેક્શન માટે દર વખતે 21 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો, પરંતુ 1 મેથી તેને વધારીને 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યો છે. એટલે કે જો તમે ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા પછી ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તમારે દર વખતે 23 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે 1 મેથી દરેક વધારાના વ્યવહાર પર 2 રૂપિયાનો વધારો થયો છે.
5/5RBI દ્વારા ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોતાની બેન્કના ATMમાંથી હજુ પણ 5 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકો છો. જ્યારે મેટ્રો શહેરોમાં કોઈપણ અન્ય બેન્કના ATM માંથી 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ રહેશે. એટીએમ ચાર્જમાં વધારાથી નાની બેન્કોના ગ્રાહકો પર સૌથી વધુ અસર પડશે. આનાથી નાની બેન્કોના ગ્રાહકો પર સૌથી વધુ અસર પડશે, જેમની પાસે ઓછા એટીએમ છે અને તેઓ મોટી બેન્કોના નેટવર્ક પર આધાર રાખે છે.