ભારતના આ 5 મંદિરોને બર્બાદ કરવા માંગતો હતો ઔરંગઝેબ, આજ પણ જોવા આવે છે દુનિયાભરમાંથી ટૂરિસ્ટ
Hindu Temples Demolished by Aurangzeb: મુઘલ શાસક ઔરંગઝેબ પોતાના ઈસ્લામ ધર્મને ફેલાવનાર સૌથી તાનાશાહ શાસકોમાંના એક છે. ભારતમાં તેના શાસન દરમિયાન તેણે ઘણા મોટા હિન્દુ મંદિરોને તોડીને તેના પર મસ્જિદો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તમે આવા જ 5 મંદિરો વિશે જાણી શકો છો.
સોમનાથ
ગુજરાતમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. 1665માં ઔરંગઝેબે તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સોમનાથ મંદિર પર આ પહેલો હુમલો નહોતો. 11મી સદી, 1299 અને 1394માં પણ મુસ્લિમ શાસકોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો.
જગન્નાથ
1681માં પોતાની ધાર્મિક અસહિષ્ણુતા માટે પ્રખ્યાત ઔરંગઝેબે પુરીના જગન્નાથ મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો.
કાશી વિશ્વનાથ
1669માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને તેના સ્થાન પર જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એવું તેમના શાસનકાળના અહેવાલોમાં ઉલ્લેખિત છે.
કાલકા મંદિર
ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે, મુગલ સમ્રાટ ઔરંગઝેબે દિલ્હીમાં કાલકાજી મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી.
ત્ર્યંબકેશ્વર મંદિર
નાસિકમાં સ્થિત 12 જ્યોતિર્લિંગોમાંનું એક ત્ર્યંબકેશ્વર મંદિરને ઔરંગઝેબ દ્વારા 1680 તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં એક મસ્જિદ બનાવ્યા પછી નાસિકનું નામ બદલીને ગુલશનાબાદ કરવામાં આવ્યું હતું.
Trending Photos