111 વર્ષના આ વ્યક્તિએ ખોલ્યું પોતાના લાંબા અને તંદુરસ્ત જીવનનું રહસ્ય, 'આ' એક વસ્તુનું ખાસ કરે છે સેવન

ઓસ્ટ્રેલિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ, જેમની ઉંમર 111 વર્ષથી વધુ છે તેઓ હજુ પણ આ ઉંમરે એટલા જ સ્વસ્થ છે. આટલી ઉંમર હોવા છતા આટલા સ્વસ્થ કઈ રીતે? તેમણે આ અંગે  અનેક રહસ્યો ઉજાગર કર્યા. ખાણીપીણીથી લઈને રોજિંદી લાઈફસ્ટાઈલ અંગે પણ જણાવ્યું. 

May 27, 2021, 02:47 PM IST
1/5

111 વર્ષ 124 દિવસના છે ડેક્સટર ક્રુગર

 111 વર્ષ 124 દિવસના છે ડેક્સટર ક્રુગર

રિટાયર્ડ પશુપાલક ડેક્સટર ક્રુગર(Dexter Kruger) એ હાલમાં જ જણાવ્યું કે તેમની ઉંમર 111 વર્ષ 124 દિવસ થઈ છે અને તેઓ પ્રથમ વિશ્વયુદ્ધના અનુભવી જેક લોકેટથી એક દિવસ મોટા હતા જો કે તેમનું 2002માં મૃત્યુ થઈ ગયું. 

2/5

સૌથી વધુ લાંબુ જીવન જીવનારા જીવિત ઔસ્ટ્રેલિયન વ્યક્તિ

સૌથી વધુ લાંબુ જીવન જીવનારા જીવિત ઔસ્ટ્રેલિયન વ્યક્તિ

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પ સાથે ઈન્ટરવ્યુ દરમિયાન ક્રુગરે જણાવ્યું કે એક અઠવાડિયામાં ચિકન ફૂડ સંલગ્ન એક વસ્તુએ તેમની આ લાંબી ઉંમરમાં યોગદાન આપ્યું છે. ધ ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સના સંસ્થાપક જ્હોન ટેલરે પુષ્ટિ કરી કે ક્રુગર અત્યાર સુધી સૌથી વધુ ઉંમરવાળા લાંબુ જીવન જીવનારા ઓસ્ટ્રેલિયન વ્યક્તિ બની ગયા છે. 

3/5

લાંબી ઉંમરનું રહસ્ય જણાવ્યું

લાંબી ઉંમરનું રહસ્ય જણાવ્યું

ક્રુગરે કહ્યું કે 'ચિકન બ્રેઈન વિશે તમને ખબર હશે, ચિકનનું માથું, અને તેની અંદર એક મગજ હોય છે અને આ નાની વસ્તું ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તે ફક્ત એક નાનકડો ભાગ હોય છે, જેને ખાવાનો હોય છે.'

4/5

આ ઉંમરે પણ મગજ એકદમ તેજ છે

આ ઉંમરે પણ મગજ એકદમ તેજ છે

નર્સિંગ હોમ મેનેજર મેલાની કેલ્વર્ટે કહ્યું કે ક્રુગર જે પોતાની આત્મકથા લખી રહ્યા છે, તેઓ કદાચ અહીંના સૌથી શાર્પ મગજવાળા રહીશોમાંથી એક છે. તેમણે કહ્યું કે '111 વર્ષની ઉંમરમાં પણ તેમનું મગજ ખુબ સારું છે.'

5/5

પુત્રને છે પિતા પર ગર્વ

પુત્રને છે પિતા પર ગર્વ

ક્રુગરના 74 વર્ષના પુત્ર ગ્રેગે પોતાના લાંબા જીવન માટે પિતાની સાધારણ જીવનશૈલીને શ્રેય આપ્યો. સૌથી વધુ લાંબુ આયુષ્ય ભોગવનારા ઓસ્ટ્રિયન તરીકે ક્રિસ્ટિની કૂક હતા. પરંતુ તેમનું 2002માં 114 વર્ષ અને 148 દિવસની ઉંમરે મૃત્યુ થઈ ગયું.