ભારતીય બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે આ 5 શાનદાર SUV!, જાણો તેની કિંમત

સમયની સાથે ઓટો બજારમાં ધીમે-ધીમે તેજી આવી રહી છે. કંપનઓ નવા મોડલ્સ લોન્ચ કરવા માટે તૈયાર છે. ઓકો સેક્ટરમાં ટ્રેન્ડ કરી રહેલા સેગમેન્ટમાં 5 એસયૂવી એક સાથે આવી રહી છે. દિવાળી પહેલા ઘણી એસયૂવી એકસાથે લોન્ચ થઈ રહી છે. દિવાળી પર જો તમે એક બોલ્ડ એયસૂવી લેવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો જુએ ટાટા, મહિન્દ્રા, એમસી તથા અન્ય કંપનીની એસયૂવીની જાણકારી જે દિવાળી પહેલા લોન્ચ થઈ શકે છે. આવો જાણીએ આ ગાડીઓની કિંમત અને તેની ખાસિયતો વિશે. 
 

બોલેરો નિયો પ્લસ

1/5
image

ભારતીય રસ્તા પર સૌથી લોકપ્રિય એસયૂવીમાંથી એક મહિન્દ્રા બોલેરોને પણ બોલેરો નિયો પ્લસના રૂપમાં નવુ વર્ઝન મળી રહ્યું છે. આ એક 9 સીટર એસયૂવી છે જે હાલમાં લોન્ચ કરેલા બોલેરો નિયોની તુલનામાં વધુ મજબૂત છે. બોલેરો નિયો પ્લસના 2.2 લીટર ટર્બો ડીઝલ વર્ઝનની સાથે આવી રહી છે જેને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સની સાથે જોડવામાં આવી છે. 

મહિન્દ્રા XUV 700

2/5
image

એસયૂવીના મામલામાં મહિન્દ્રાએ ગ્રાહકોની માંગ અને આશા પર ખરુ ઉતરવાનું છે. ઓટો બૂસ્ટર હેન્ડલેમ્પ, પૈનારોમિક સનરૂફ, સ્માર્ટ ડોરના હેન્ડલ, સુરક્ષા એલર્ટ સહિત ઘણા શાનદાર ફીચર્સથી ભરેલી નવી મહિન્દ્રા એસયૂવી 700 લોન્ચ થઈ રહી છે. પરંતુ લોન્ચની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. XUV 700 મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે 2 લીટર ટર્બો પેટ્રોલ અને 2.2 લીટર ટર્બો ડીઝલ એન્જિનમાં આવી રહી છે. 

MG Astor

3/5
image

MG Astor એક નવી મિડસાઇઝ એસયૂવી ભારત બજારમાં લોન્ચ કરી રહી છે. એમજી એસ્ટર આંતરરાષ્ટ્રીય બજારમાં બે એન્જિન ઓપ્શનમાં છે, જેમાં 1.5 લીટર એનએ પેટ્રોલ એન્જિન 115 પીએસ પાવર અને 150 એનએમ પીક ટોર્ક છે. તો બીજી 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન છે જે વધુમાં વધુ 112 પીએસ અને 112 એનએમ ટોર્ક પેદા કરે છે. 

વોક્સવેગનની આ કાર થશે લોન્ચ

4/5
image

વોક્સવેગન પણ ભારતીય બજારમાં એસયૂવી Taigun લોન્ચ કરવાની છે. આ તે SUV પ્લેટફોર્મ MQB A0 IN આધારિત હશે જેમાં હાલમાં લોન્ચ થયેલી Skoda Kushaq ને દેખાડવામાં આવી છે. બંને એસયૂવીમાં એક એન્જિન સેટઅપ છે, જેમાં 1 લીટર ટીએસઆઈ પેટ્રોલ અને 1.5 લીટર ટીએસઆઈ પેટ્રોલ ઓપ્શન છે. 

ટાટા પણ લાવી શકે છે TATA HBX

5/5
image

ટાટાએ હાલના વર્ષોમાં ઘણી નવી કારોને લોન્ચ કરી બજારમાં પોતાની પકડ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ટાટાના એએલએફએ પ્લેટફોર્મ પર આધારિત આ મિની એસયૂવી TATA HBX માં 1.2 લીટર પેટ્રોલ એન્જિન છે જે 113 એનએમના પીક ટોર્કની સાથે 86 પીએસની પાવર જનરેટ કરે છે. પરંતુ હજુ કંપનીએ લૂક અને ડિઝાઇન વિશે વધુ માહિતી આપી નથી.