Baba Vanga Prediction 2026: ખતરાથી ભરેલું રહેશે વર્ષ 2026! બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી

Baba Vanga Prediction 2026: જ્યારે પણ નવું વર્ષ આવે છે, ત્યારે પ્રખ્યાત બલ્ગેરિયન ભવિષ્યવેત્તા, બાબા વાંગાની આગાહીઓ વાયરલ થાય છે. આ દિવસોમાં, 2026 વિશેની તેમની ઘણી ભયાનક આગાહીઓ ચર્ચાનો વિષય બની રહી છે.

1/5
image

Baba Vanga Prediction 2026: બુલ્ગારિયાના જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાએ પોતાના જીવનકાળમાં અનેક ભવિષ્યવાણી કરી છે, જેમાં ઘણી સાચી પડી છે. કહેવામાં આવે છે કે તેમણે 9/11 હુમલા, બ્રિટનનું યુરોપીય સંઘમાંથી બહાર થવું અને સુનામી જેવી પ્રાકૃતિક આપદાઓ વિશે પહેલાથી જાણી લીધું હતું. હવે તેમની 2026 સાથે જોડાયેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે, જેમાં તેમણે જણાવ્યું કે નવા વર્ષમાં ઘણા ફેરફાર જોવા મળશે, જે માનવ સમાજને ખરાબ રીતે પ્રભાવિત કરશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માનવો પર હાવી થશે

2/5
image

બાબા વેંગાએ 2026ને લઈને સંકેત આપ્યો કે નવા વર્ષમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલું એડવાન્સ થઈ જશે કે તે મનુષ્યના નિયંત્રણમાંથી બહાર નીકળી જશે. માનવ સમાજ માટે તે મોટો ખતરો ઉત્પન્ન થવાનો સંકેત છે.

ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટમાં થઈ શકે છે વધારો

3/5
image

બાબા વેંગા અનુસાર 2026મા વધુ ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થશે. પ્રાકૃતિક આપદાઓ પૃથ્વીના 7થી 8 ટકા ભૂભાગને બદલી દેશે. જેનાથી ઇકોસિસ્ટમ તબાહ થઈ જશે. દુનિયાના ઘણા ભાગમાં ભૂકંપને કારણે બરબાદી જોવા મળશે.

ઘણા દેશોની આર્થિક હાલત બગડી શકે છે

4/5
image

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર નવા વર્ષમાં કેટલાક દેશો આર્થિક મંદીમાંથી પસાર થઈ શકે છે. જેનાથી મોંઘવારી વધતી જોવા મળશે. આ વર્ષે એવી કુદરતી આપદાઓ આવશે જેનાથી કેટલાક દેશોની હાલત ખરાબ થઈ જશે. બાબા વેંગાની ભવિષ્યવાણીમાં સોનાના ભાવમાં વધારો થવાની વાત પણ કહેવામાં આવી છે.

2026મા એલિયન્સ સાથે થઈ શકે છે સંપર્ક

5/5
image

બાબા વેંગાની ભવિષ્યવાણી પ્રમાણે વર્ષ 2026 માનવ ઈતિહાસમાં એક એવો સમય આવી શકે છે, જ્યારે વૈજ્ઞાનિક એલિયન્સ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. આ પ્રયાસ માનવતાના ઈતિહાસમાં એક ઐતિહાસિક વળાંક સાબિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતા પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. ઝી 24 કલાક આ વાતની સત્યતાની પુષ્ટિ કરતું નથી)