ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા વેંગાની આ ભવિષ્યવાણીએ મચાવી સનસની, 2043 સુધીમાં આ દેશોમાં હશે મુસ્લિમોનું શાસન
Baba Vanga Prediction: બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર 2025થી યુરોપમાં ઈસ્લામિક પ્રભાવ વધશે અને 2043 સુધીમાં મુસલમાનોનું શાસન હશે. તેમણે મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધની આશંકા પણ વ્યક્ત કરી છે. આ ભવિષ્યવાણીઓ આજકાલ ફરી ચર્ચામાં છે અને લોકોમાં ચિંતા વધારી રહી છે.
બાબા વેંગા અને તેમની ભવિષ્યવાણીઓ વિશે તમે ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે. દુનિયા વિશે તેમણે જે ભવિષ્યવાણીઓ કરી છે, તેમાંથી મોટાભાગની સાચી પડી છે. હાલના દિવસોમાં એક એવી જ ભવિષ્યવાણીને સાંભળીને લોકો ચોંકી ગયા. ચાલો વિગતવાર જાણીએ.
કોણ હતા બાબા વેંગા?
બાબા વેંગાનું સાચું નામ વેંગેલિયા પાંડવા ગુશ્તેરોવા હતું. તેમનો જન્મ 3 ઓક્ટોબર 1911ના રોજ બુલ્ગારિયામાં થયો હતો. બાળપણમાં એક તોફાન દરમિયાન તેણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તેમણે ભવિષ્ય જોવાનો દાવો કર્યો. બાબા વેંગા વાંચી કે લખી શકતા નહોતા, પરંતુ તેમના અનુયાયીઓ માને છે કે તેમની પાસે અલૌકિક શક્તિઓ હતી. તેમણે વિશ્વભરની ઘટનાઓ વિશે ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ આજે પણ લોકો સાચી માને છે.
2043માં ઇસ્લામિક શાસનનો દાવો
બાબા વેંગાની સૌથી ચર્ચામાં રહેલી ભવિષ્યવાણીઓમાંથી એક છે કે, 2043 સુધીમાં યુરોપમાં ઇસ્લામિક શાસન સ્થાપિત થઈ જશે. તેમણે કહ્યું હતું કે, 2025થી તેની શરૂ થશે, જ્યારે મુસ્લિમ સમુદાયનો પ્રભાવ ધીમે-ધીમે વધશે અને પછી 2043 સુધીમાં તે યુરોપના ઘણા ભાગોમાં શાસનમાં બદલાઈ જશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આ પરિવર્તન માત્ર રાજકીય સ્તરે જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે પણ જોવા મળશે.
યુરોપના કયા દેશોની થઈ રહી છે ચર્ચા?
બાબા વેંગાની ભવિષ્યવાણી પછી આ પ્રશ્ન ઊભો થાયો છે કે, કયા દેશો ઇસ્લામિક શાસન હેઠળ આવી શકે છે? યુરોપમાં પહેલેથી જ અલ્બાનિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કોસોવો, ઉત્તર મેસેડોનિયા જેવા દેશો મુસ્લિમ બહુમતી ધરાવે છે. આ ઉપરાંત જર્મની, ફ્રાન્સ, યુકે, બેલ્જિયમ અને સ્વીડન જેવા દેશોમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી છે. આ વસ્તી પરિવર્તન શરણાર્થી સંકટ, યુદ્ધો અને સ્થળાંતરને કારણે થયું છે.
શું સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી?
યુરોપમાં મુસ્લિમ વસ્તીની વધતી સંખ્યા બાબા વેંગાની ભવિષ્યવાણીને લઈ લોકોની ચિંતા વધારી રહી છે. ઘણા લોકો તેને સામાજિક પરિવર્તન માને છે, જ્યારે કેટલાક તેને રાજકીય ખતરો ગણાવી રહ્યા છે. જો કે, એ પણ સાચું છે કે ફક્ત વસ્તીના આધારે શાસનનું મૂલ્યાંકન કરવું યોગ્ય રહેશે નહીં. છતાં પણ બાબા વેંગાના અનુયાયીઓ માને છે કે આ પરિવર્તન ધીમે-ધીમે આકાર લઈ રહ્યું છે.
2025માં વિશ્વ યુદ્ધની પણ ભવિષ્યવાણી
બાબા વેંગાની બીજી એક મોટી ભવિષ્યવાણી એ છે કે 2025થી વિશ્વમાં એક ભયંકર યુદ્ધ શરૂ થશે, જે મધ્ય પૂર્વમાંથી ઉદ્ભવશે અને તેની અસર સમગ્ર દુનિયા પર પડશે. આ યુદ્ધને કારણે દુનિયાની રાજનીતિ અને સીમાઓ બદલાઈ શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે, આ યુદ્ધ માનવતા માટે સંકટ બની શકે છે. તેમના મતે આ યુદ્ધ યુરોપમાં પરિવર્તનનું એક મુખ્ય કારણ બનશે.
શું આપણે બાબા વેંગાની વાતો પર વિશ્વાસ કરવો જોઈએ?
બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે, જેમ કે 9/11 ના હુમલો, સોવિયેત યુનિયનનું પતન અને ચેર્નોબિલ અકસ્માત. જો કે, વૈજ્ઞાનિકો માનતા નથી કે, આ પાછળ કોઈ પુરાવા છે. ઘણા લોકો આને માત્ર સંયોગ માને છે. પરંતુ તેમ છતાં વેંગાની ભવિષ્યવાણીઓની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે અને લોકો જાણવા માટે ઉત્સુક છે કે ભવિષ્યમાં તેમની ભવિષ્યવાણી મુજબ શું સાચું પડશે.
Trending Photos