ચોકલેટ ખાવાથી જ નહીં પરંતુ આ રીતે પણ બાળકોના દાંતમાં થાય છે સડો, આ એક ભૂલ પડી શકે છે ભારે!
Baby Oral Health: બેબી બોટલ સિન્ડ્રોમ એ એક એવી કન્ડીશન છે જેમાં મીઠું લિક્વિડ્સ, જેમ કે, દૂધ, ફોર્મ્યુલા, જ્યુસ અથવા મીઠાં પીણાં બાળકના દાંતમાં સડોનું કારણ બને છે. આ સમાચારમાં આ સ્થિતિથી બચવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.
World Oral Health Day
સામાન્ય રીતે માતાઓ નાના બાળકોને બોટલ આપી દે છે. બાળકો કલાકો સુધી બોટલમાંથી દૂધ, જ્યુસ વગેરે મીઠા પ્રવાહી પીતા રહે છે. ખાસ કરીને રાત્રે, બાળકોને સૂતી વખતે બોટલ સાથે સૂવા દેવામાં આવે છે. આના કારણે પ્રવાહીમાં હાજર ખાંડ કલાકો સુધી દાંત પર રહે છે, જે બેક્ટેરિયાનું કારણ બને છે, આને બેબી બોટલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ અંગે અવરનેશ કરતા ફોર્ટિસ હોસ્પિટલના પ્રિન્સિપાલ ડાયરેક્ટર અને HOD- નિયોનેટલ ડિસીઝ એનેડ પેડિયાટ્રિક્સ ડો. રાહુલ નાગપાલે બાળકોની સારી ઓરલ હેલ્થ માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં જણાવ્યા છે, જેનું પાલન માતા-પિતાએ કરવું જોઈએ.
1. બોટલમાં મીઠા લિક્વિડ્સ ટાળો
તમારા બાળકને બોટલ સાથે સૂવા દેવાનું ટાળો, ખાસ કરીને જો તેમાં દૂધ, ફોર્મ્યુલા અથવા જ્યુસ હોય. આ પ્રવાહીમાં હાજર ખાંડ કલાકો સુધી દાંત પર રહે છે, જે બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને કેવિટીનું કારણ બને છે. તેના બદલે જો તમારા બાળકને રાત્રે બોટલની જરૂર હોય તો તેને સામાન્ય પાણી આપો.
2. જલ્દી કપમાંથી ખાવાનું શરૂ કરાવો
લગભગ 6 મહિનાની ઉંમરે સિપ્પી કપનો ઉપયોગ કરવાનું શરૂ કરો અને તમારા બાળકને 12 થી 18 મહિનાની વચ્ચે બોટલોમાંથી છોડાવી દો. કપમાંથી પીવાથી ખાંડ લાંબા સમય સુધી મોંમાં સંગ્રહિત થતી નથી અને હેલ્ધી ઓરલ હેબિટ્સ વિકસિત થાય છે.
3. દરરોજ બાળકના દાંત અને પેઢાં સાફ કરો
પહેલો દાંત દેખાય તે પહેલાં જ તમારા બાળકના પેઢાને સ્વચ્છ અને ભીના કપડાથી લૂછી લો. જ્યારે દાંત આવે છે, ત્યારે સોફ્ટ ટૂથબ્રશ અને બેબી ટૂથપેસ્ટથી દિવસમાં બે વાર બ્રશ કરો.
4. હેલ્ધી ઈટિંગ હેબિટ્સ
બાળકમાં સંતુલિત ડાયટની ટેવ પાડો, જેથી મીઠો નાસ્તો અને પ્રવાહી કંટ્રોલમાં રહે. જ્યૂસને બદલે પાણી અથવા દૂધ આપો અને ફળોના રસને બદલે આખા ફળો આપો.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
Trending Photos