IPL 2025 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, ટીમનો સૌથી મહત્વપૂર્ણ સભ્ય ઈજાગ્રસ્ત
Rajasthan Royals : IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થવાની છે, ત્યારે IPL પહેલા રાજસ્થાન રોયલ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે, ટીમનો સૌથી મહત્વપૂર્ણ સભ્ય ક્રિકેટ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો છે.
IPL 2025 પહેલા રાજસ્થાન રોયલ્સ માટે ખરાબ સમાચાર છે, ટીમનો સૌથી મહત્વપૂર્ણ સભ્ય ઈજાગ્રસ્ત થયો છે. સિઝનની શરૂઆત પહેલા જ રાજસ્થાનની ટીમ માટે આ મોટો ઝટકો છે.
રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી અને કહ્યું હતું કે, મુખ્ય કોચ રાહુલ દ્રવિડને બેંગ્લોરમાં ક્રિકેટ રમતી વખતે ડાબા પગમાં ઈજા થઈ હતી. તે ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યા છે અને આજે જયપુરમાં ટીમની પ્રશિક્ષણ શિબિરમાં જોડાશે.
સિઝનની શરૂઆત પહેલા જ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈજાગ્રસ્ત થયા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરમાં દ્રવિડ ડાબા પગ પર પ્લાસ્ટર સાથે જોવા મળે છે.
રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે પછી મેગા ઓક્શન પહેલા દ્રવિડને IPL 2025 માટે રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આગામી સિઝનમાં દ્રવિડ કેપ્ટન સંજુ સેમસન અને RR ડિરેક્ટર ઓફ ક્રિકેટ કુમાર સંગાકારા સાથે મળીને કામ કરતા જોવા મળશે.
IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તેની પ્રથમ મેચ 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રમશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ IPL 2024ના પ્લેઓફમાં પહોંચી હતી. તમને જણાવી દઈએ કે રાજસ્થાન છેલ્લે 2022માં ફાઇનલમાં પહોંચ્યું હતું.
Trending Photos