બજાજ ફિનસર્વનો મોટો દાવ, 26% હિસ્સો ખરીદવા માટે આપી મંજૂરી, આવી શકે છે IPO
Stake Buy: કંપનીએ સોમવાર, 17 માર્ચે જણાવ્યું હતું કે તેણે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની (BAGIC) અને બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની (BALIC) માં આલિયાન્ઝ SE નો સંપૂર્ણ 26 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી દીધી છે.
Stake Buy: બજાજ ફિનસર્વ લિમિટેડ અંગે મોટી માહિતી પ્રકાશમાં આવી છે. કંપનીએ સોમવાર, 17 માર્ચે જણાવ્યું હતું કે તેણે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની (BAGIC) અને બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની (BALIC) માં આલિયાન્ઝ SE નો સંપૂર્ણ 26 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી દીધી છે.
BAGIC અને BALIC માં 26 ટકા હિસ્સાના સંયુક્ત સાહસ માટે, કંપનીએ અનુક્રમે 13,780 કરોડ રૂપિયા અને 10,400 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. બજાજ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનું મૂલ્યાંકન 53,346 કરોડ રૂપિયા અને બજાજ એલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીનું મૂલ્યાંકન 40,000 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યું છે.
શેર ખરીદી કરાર મુજબ, બજાજ ફિનસર્વ બંને કંપનીઓમાં લગભગ 1.01 ટકા, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 19.95 ટકા અને જમનાલાલ સન્સ પ્રાઇવેટ લિમિટેડ 5.04 ટકા હિસ્સો ખરીદી શકે છે. આ સંપાદન પછી, બંને વીમા કંપનીઓમાં બજાજ ફિનસર્વનો કુલ હિસ્સો 75.01 ટકા થશે.
બજાજ ફિનસર્વ લિમિટેડ તેના જીવન અને સામાન્ય વીમા વ્યવસાયનો IPO લોન્ચ કરી શકે છે. ખાનગી પોર્ટલના અહેવાલમાં આ વાત સામે આવી છે. અહેવાલ મુજબ, આ કંપનીનું લિસ્ટિંગ 2027 માં થઈ શકે છે. ઉપરાંત, બજાજ ફિનસર્વ તેના વીમા વ્યવસાય માટે કોઈ નવા ભાગીદારની શોધમાં નથી.
આ સમાચારની કંપનીના શેર પર સકારાત્મક અસર પડી નથી. તેજીવાળા બજારમાં પણ, શેર 1.67 ટકા ઘટીને રૂ. 1840.40 (02.47 વાગ્યે) પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, છેલ્લા એક વર્ષમાં, આ સ્ટોક 16 ટકાથી વધુ વળતર આપવામાં સફળ રહ્યો છે.
કંપનીનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 2029 રૂપિયા છે અને કંપનીનું 52 સપ્તાહનું લો લેવલ 1419 રૂપિયા છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos