સાપના લિસોટા જેવો દેખાતો આ પુલ ગુજરાતની શાન બન્યો, જે સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે

બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગને કારણે રાત્રે તેની શોભા અનેકગણી વધી જાય છે

Jun 17, 2021, 09:36 AM IST

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતો સૌથી લાંબો બ્રિજનો નજારો તમને કોઈ વિદેશના પુલ જેવો લાગશે. બે વર્ષની મહેનત બાદ આખરે આ પુલ લોકો માટે તૈયાર થઈ ગયો છે. ડીસામાં સૌથી લાંબો 3.7 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ બન્યો છે, જે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે. 

1/8

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મધ્યમાં પસાર થતો નેશનલ હાઈવે નંબર 27 ગુજરાતના પોરબંદર અને આસામના સિલિચરને જોડતો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર છે.

2/8

ડીસા શહેરની ટ્રાફિકની સમસ્યા નિવારા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 4 લેન કોરીડોર પુલ બનાવવામાં આવ્યો છે. જેને 2 વર્ષની બાંધકામ મુદત સાથે મહેસાણાને સોંપવામાં આવ્યો છે.   

3/8

આ પુલ બનાવવા માટે અંદાજિત ખર્ચ 2.22 કરોડનો આવ્યો છે. 

4/8

એલિવેટેડ કોરિડોર એટલે શું?

એલિવેટેડ કોરિડોર એટલે શું?

એલિવેટેડ કોરિડોર એલે નીચેના રસ્તાને જે તે સ્થિતિમાં ઊંચો કરી કરવો, જે આ પુલની ખાસિયત છે. 

5/8

ડીસા એલિવેટેડ કોરિડોરમાં ટ્રાફિક માટે 4 લેન પર તેમજ 4 લેન નીચે તથા 2 લેનવાળા બંને તરફના સર્વિસ રોડનો સમાવેશ કરાયો છે. આમ, કુલ 12 લેન સાથેના રસ્તા ટ્રાફિકના સરળ વહન માટે ઉપલબ્ધ છે. 

6/8

હાલ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર તરીકે આ બ્રિજને સ્થાન મળ્યું છે. બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગને કારણે રાત્રે તેની શોભા અનેકગણી વધી જાય છે. 

7/8

આ પુલની લંબાઈ 3.750 કિલોમીટર છે. તેમજ તેને બનાવવા માટે 107 પિલરનો ઉપયોગ કરાયો છે.

8/8

બે વર્ષના બાંધકામ બાદ આખરે આ પુલને ડીસાના લોકો માટે તૈયાર કરાયો છે. પુલ પર કંડલા પોર્ટના કોમર્શિયલ તેમજ ઓવરસાઈઝ સાધનો સાથે અન્ય નાનામોટા વાહનો દ્વારા સફળ ટ્રાયલ રન કરવામાં આવી હતી.