Bank Holidays : આવતીકાલે પણ બેંકો રહેશે બંધ...જાણો RBIએ સોમવારે કેમ આપી રજા ?
Bank Holidays : 12 મેના રોજ દેશના વિવિધ ભાગોમાં બેંકોમાં રજા રહેશે. ત્યારે આ લેખમાં જાણીશું કે RBI દ્વારા સોમવારના રોજ કેમ રજા આપવામાં આવી છે અને કયા રાજ્યોમાં બેંકો બંધ રહેશે તેના વિશે જાણીશું.
Bank Holidays : જો આ અઠવાડિયે તમારે પણ બેંક સંબંધિત કોઈ કામ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જો તમે સોમવારે બેંક જવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે તમારા શહેરમાં બેંક ચાલુ છે કે નહીં.
આવતીકાલે એટલે કે 12 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના કારણ દેશના ઘણા રાજ્યોમાં બેંકમાં રજા રહેશે. બુદ્ધ પૂર્ણિમાના રોજ, ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
આ રજા સરકારી અને ખાનગી બંને બેંકો પર લાગુ પડશે. બુદ્ધ પૂર્ણિમા ભગવાન ગૌતમ બુદ્ધના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ઘણા રાજ્યોમાં જાહેર રજા હોય છે.
અગાઉ 9 મેના રોજ મહિનાનો બીજો શનિવાર હોવાથી અને 10 મેના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ હતી. શુક્રવારે પણ કેટલાક વિસ્તારોમાં બેંકો બંધ રહી હતી.
12 મે સિવાય મે મહિનામાં 16 મેના રોજ સિક્કિમ રાજ્ય દિવસ નિમિત્તે સિક્કિમમાં બેંકો બંધ રહેશે. 26 મેના રોજ કાઝી નજરુલ ઇસ્લામ જયંતિ નિમિત્તે ત્રિપુરામાં બેંકો બંધ રહેશે. તો હિમાચલ પ્રદેશમાં 29 મેના રોજ મહારાણા પ્રતાપ જયંતિના કારણે બેંકો બંધ રહેશે.
Trending Photos