નેપાળમાં ટ્રેકિંગ માટે ગયેલા બારડોલીના પિતા-પુત્રી ગુમ, બરફના તોફાન બાદથી કોઈ અત્તોપત્તો નથી
Father-Daughter Missing Trek in Nepal સંદીપ વસાવા/બારડોલી : બારડોલીના કડોદ ગામના પિતા-પુત્રી નેપાળના દુર્ગમ વિસ્તારમાં ગુમ: હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્યો. નેપાળ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન વડે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુમ થયેલા પિતા-પુત્રીની સઘન શોધખોળ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે પર્વતારોહકો નેપાળ ફરવા જતા ત્યાં ટ્રેકિંગ વેળાએ પિતા પુત્રી ગુમ થવાની ઘટના બની છે. નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થવાથી પિતા પુત્રી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. જો કે તેઓ ૩૧મી એ પરત રવાના થવાના હતા પરંતુ હજી સુધી તેઓની કોઈ ભાળ મળી નથી.

દિવાળીના તહેવારમાં અનેક લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા જતા હોય છે. ત્યારે આ જ રીતે એક પ્રવાસી પરિવાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામનું નેપાળ વેકેશન માણવા ગયું હતું. કડોદ ગામે રહેતા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી જેવો પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા. પુત્રી પ્રિયાંશી વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. જેને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં તેમજ ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી આ સ્વપ્ન સાકાર કરવા માટે એમના માતા-પિતા અને દીકરી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા ત્રણ તરફ જવાનું નક્કી કર્યું હતું.

ગત 14 ઓક્ટોબર ના રોજ તેઓ વતન કડોદથી સુરત થઈ ટ્રેન મારફતે નેપાળ જવા નીકળ્યા હતા. અને ફરી તેઓ 31 તારીખ સુધીમાં પરત વતન આવી જવાનો તેઓનો નિર્ધારિત કાર્યક્રમ હતો. પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વેળા કડોદ ગામના પિતા પુત્રી હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા. જેઓની આજદિન સુધી મળી નથી . તેઓ પરિવાર પરત નહી ફરતા ઘરના અન્ય સભ્યો ચિંતિત બન્યા છે. જે તે સમયે જીગ્નેશભાઈના પત્ની જાગૃતિ બહેને મોબાઈલ પર ફોન પર વાત કરીને 31 ઓક્ટોબરના રોજ પરત આવી જવાની વાત કરી હતી. પરંતુ હિમ વર્ષા થઈ જતા અન્નપૂર્ણા ત્રણ તરફ જવાના માર્ગ બંધ થઈ ગયા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

હજુ સુધી આ જીગ્નેશભાઈનો પરિવારને કોઈ ભાળ મળી નથી. સ્થાનિક નેતાગીરી દ્વારા ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કરી અને આ જીગ્નેશભાઈને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. અને જાગૃતિબેને પણ પતિ અને પુત્રી ગુમ થયા અંગેની સ્થાનિક કડોદ આઉટ પોસ્ટ પોલીસમાં ફરિયાદ આપી છે.
Trending Photos




