Atul Subhash:...તો મારા અસ્થી ગટરમાં પધરાવી દેજો, Video બનાવીને જીવન ટૂંકાવી દેનારા અતુલની આ હતી અંતિમ ઈચ્છા!

મંગળવારની સવારે એક એવા એઆઈ એન્જીનિયરની આત્મહત્યાની ઘટના સામે આવી જેણે દેશને હચમચાવી દીધો છે. અતુલ સુભાષ નામના આ વ્યક્તિએ ઘર કંકાસ, પત્નીના  ખોટા કેસ અને સાસરીયાના ઉત્પીડનથી કંટાળીને 24 પાનાની સ્યૂસાઈડ નોટ લખી અને જીવનનો અંત આણતા પહેલા લગભગ 1.21 કલાકનો વીડિયો (Atul Subhash last video) પણ બનાવ્યો હતો. તેણે પોતાના ઘરની અંદર એક કાર્ડમાં એટલે સુધી કે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે ન્યાય બાકી છે. આ સંદેશ તેના દર્દ અને પીડાને દર્શાવવા માટે પૂરતા હતા. આ રીતે પોતાના દિલનો બોજ અને ઉભરો કાઢવા માટે એક ટેલેન્ટેડ એઆઈ એન્જીનિયર અતુલ સુભાષે પોતાના હાથે જ જીવનલીલા સંકેલી લીધી. તેના અંતની કહાની હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 

શું છે અંતિમ ઈચ્છા

1/6
image

મૃતકનું નામ અતુલ સુભાષ હતું જે યુપીનો રહીશ હતો. બેંગલુરુની એક ટેક કંપનીમાં સારા એવા પગારથી નોકરી કરતો હતો. મરતા પહેલા તેણે જે શબ્દોમાં પોતાનું દુખ વર્ણવ્યું તે કહાની કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી નાખે. તેના જીવનમાં ઘણું બધુ ખોટું થઈ રહ્યું હતું. તે અંદરથી એટલો તૂટી ચૂક્યો હતો કે જાણીને તમે પણ ઈમોશનલ થઈ જશો અને રડી પડશો. તેણે મરતા પહેલા જે વીડિયો બનાવ્યો તેમાં પોતાની અંતિમ ઈચ્છા જણાવી. તેણે કહ્યું કે, મારા મોત માટે મારી પત્ની નીકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, મારો સાળો અનુરાગ સિંઘાનિયા ઉર્ફે પિયુષ સિંઘાનિયા, કાકા સસરા સુશીલ સિંઘાનિયા જવાબદાર હશે. મને એવી સ્થિતિમાં લાવીને મૂકી દીધો છે કે મારી પાસે સ્યૂસાઈડ કરવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. મારી પાસેથી પૈસા પડાવવા માટે પત્ની અને સાસરિયાઓએ મોટું ષડયંત્ર રચ્યું. મારા મોત બાદ અંતિમ સંસ્કારમાં પત્ની કે ઘરવાળામાંથી કોઈ વ્યક્તિ ન આવવા જોઈએ. જો મને બરબાદ કરનારાઓને સજા ન મળી તો મારી અસ્થિઓ ત્યાં કોર્ટની બહાર ગટરમાં વહાવી દેજો...

સિસ્ટમ પર સવાલ

2/6
image

આ વીડિયો જોઈને તમે જાણશો કે કેવી રીતે એક છોકરી આ કાયદો વ્યવસ્થાનો ઉપયોગ કરીને પોતાના સસુરાલને બરબાદ કરી શકે છે. અતુલે પોતાનું દુખ જણાવતા કહ્યું કે, અત્યાર સુધીમાં 120થી વધુ વખત કેસની સુનાવણી થઈ અને ઓછામાં ઓછું 40 વખત મારે બેંગલુરુથી જૌનપુર જવું પડ્યું. મોટા ભાગે કોર્ટમાં તારીખો પર કોઈ કામ થતું નથી, ક્યારેય જજ હોતા નથી, તો ક્યારે કોઈ બીજી મજબૂરી. બસ તારીખ પર તારીખ. જૌનપુરની પ્રિન્સિપલ ફેમિલી કોર્ટ જજે તો કાયદેસર રીતે 3 કરોડ રૂપિયાની એલિમની આપવાનું દબાણ બનાવ્યું. વધુમાં કહ્યું કે કચેરીમાં ક્લાર્ક સહિતના લોકોને લાંચ આપવી પડે છે જ્યારે મે લાંચ આપવાની ના પાડી દીધી તો દર મહિને મને 80 હજાર રૂપિયા મેન્ટેનન્સ આપવાનો આદેશ બહાર પાડ્યો.  મરતા પહેલા અતુલે કોર્ટને અપીલ કરી કે હવે તેના માતા પિતાને પરેશાન ન કરવામાં આવે. અંતિમ સમયમાં તેણે પત્નીને કહ્યું કે મહેરબાની કરીને બાળકનો ઉછેર મારા માતા પિતાને સોંપી દેજે. પોતાના એક એક દુખને યાદ કરીને તેણે વિષની જેમ પીતા અતુલે એટલે સુધી કહી દીધુ કે તેના અસ્થિઓને ત્યાં સુધી વિસર્જન ન કરવામાં આવે જ્યાં સુધી તેને ન્યાય ન મળે. તેણે એમ પણ કહ્યું કે જો ન્યાય ન મળે તો મારા અસ્થી કોર્ટની સામેની ગટરમાં વહાવી દેજો. 

24 પાનાની સ્યૂસાઈડ નોટમાં જીવન બરબાદીની દાસ્તાન

3/6
image

આત્મહત્યા પહેલા સુભાષે કહ્યું કે, પત્નીએ મારા વિરુદ્ધ 9 કેસ દાખલ કર્યા છે. 6 કેસ લોઅર કોર્ટમાં અને 3 હાઈકોર્ટમાં છે. જીવન ખતમ કરવાનું એટલે કે આટલું મોટું પગલું ભરતા પહેલા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં સુભાષે કહ્યું કે 2022થી ચીજોને સંભાળવું મારા કાબૂ બહાર થઈ ગયું. તેના પરિજનોએ એક કેસ હત્યા, બીજો કેસ દહેજ ઉત્પીડન, અને ત્રીજો કેસ અપ્રાકૃતિક યૌન સંબંધનો દાખલ કર્યો હતો. કેટલાક કેસ પત્નીએ પાછા ખેંચ્યા હતા. મરતા પહેલા જે વીડિયો બનાવ્યો તેમાં અતુલે એમ પણ કહ્યું કે પત્નીએ પોતાના અને પુત્ર માટે 2 લાખ રૂપિયા માસિક ભરણ પોષણની માંગણી કરી. મારા બાળકને તેણે છીનવી લીધા હતા. મારા ઉપર સૌથી પહેલા ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો, ત્યારબાદ  પાછો ખેંચી લીધો. જો કે બાદમાં તેણે તેના વિરુદ્ધ એક નવો ઘરેલુ હિંસાનો મામલો દાખલ કર્યો અને મામલાની કાર્યવાહીમાં તેજી લાવવા માટે બે અરજી સોંપી હતી. 

4/6
image

આટલા બધા પુરાવા..બધુ હોવા છતાં પણ જો કોર્ટ જજ અને બાકીના આરોપીઓને સજા આપે નહીં તો મારા અસ્થીને કોર્ટની બહાર ગટરમાં વહાવી દેવા જોીએ. જેથી કરીને હું જાણી જઉ કે આ દેશમાં શું વેલ્યું છે એક લાઈફની. હું એટલા માટે પણ આત્મહત્યા કરુ છું કારણ કે મારી કમાણી પર હાથ નાખવા માટે આ બધો ખેલ રચાઈ રહ્યો હતો. કોર્ટથી લઈને બાકી લાંચની ડિમાન્ડ કરનારાઓનું મૂળ કારણ મારો પૈસો જ હતો જે એક ખોટી સિસ્ટમને કામ લાગી રહ્યો હતો. આથી હવે હું તે સોર્સ ઓફ ઈન્કમ જ ખતમ કરી રહ્યો છું. જેની લાલચમાં લોકો મારા અને મારા પરિવારની પાછળ પડી ગયા હતા.  પોતાને ખતમ કરવો જ બેસ્ટ છે. કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તેનાથી મારા જ દુશ્મનોને બળવાન બનાવી રહ્યો છું. મારા પૈસા મને જ બરબાદ કરવા માટે ઉપયોગ થઈ રહ્યા છે. મારા ટેક્સના પૈસાથી આ પોલીસ, આ કોર્ટ, આ સિસ્ટમ મને અને મારા પરિવાર અને બાકી લોકોને પણ હેરાન કરી રહ્યા છે અને આગળ પણ કરશે. તો જ સપ્લાય છે વેલ્યુનો, તેને જ ખતમ કરી દેવો જોઈએ. 

5/6
image

ભારતમાં કાયદાના દુરઉપયોગ થવાને લઈને આજે પણ ચિંતા જતાવવામાં આવે છે. જ્યુડિશિયરીમાં તમામ ફેરફારો છતાં અનેક કાયદાઓનો આજે પણ બેધડક મિસયૂઝ થઈ રહ્યો છે. અહીં વાત દહેજના કાયદાની જે રીતે ઢાલ માનવાની જગ્યાએ લોકો હથિયાર બનાવીને ઉપયોગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ સુદ્ધા તેના પર ચિંતા જતાવી ચૂકી છે. માની શકાય છે કે સમાજમાં ઘણા ફેરફાર આવ્યા છે, પરંતુ કેટલાક ઘરોમાં એવી માનસિકતા છે કે જેમાં લગ્ન પછી છોકરીવાળા છોકરીના સાસરામાં તેની સાથે થયેલી રોકટોક ઉપર પણ જમાઈને દહેજ સતામણીના કેસમાં ફસાવી દે છે.  પોતાના દિલનો બધો બોજો અને ભડાશ ઉતાર્યા બાદ સુભાષે પોતાના હાથે જ જીવનલીલા સમાપ્ત કરી નાખી. તેની આ કહાની સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. લોકો આવા કાયદાની સમીક્ષાની માંગણી કરી રહ્યા છે. જેના કારણે લોકો પોતાના જીવ આપી દેતા પણ ખચકાતા નથી. અતુલની પત્ની નીકિતા સામે તો લોકોનો આક્રોશ છે જ સાથે સાથે લોકો એમ પણ કહી  રહ્યા છે કે નિકિતા સિંઘાનિયાની સાથે એ મહિલા જજને પણ સજા મળવી જોઈએ. 

પિતાનું દર્દ

6/6
image

ખાનગી કંપનીમાં કામ કરતા અતુલ સુભાષે આટલું મોટું પગલું ભરતા પહેલા અનેક લોકોને ઈમેઈલના માધ્યમથી સ્યૂસાઈડ નોટ મોકલી હતી અને તેણે એ એનજીઓ સંલગ્ન એક વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી જેનો તે ભાગ હતો. અતુલના ભાઈએ જ્યારે તેના મોતના દિવસનો ઘટનાક્રમ જણાવ્યો તો પહેલા એવું લાગ્યું કે કોઈએ તેના ભાઈનું વોટ્સએપ કે મેઈલ આઈડી હેક કરી લીધુ હશે. પરંતુ અનહોનીની આહટ અને ખબર બંને સાચા હતા. અતુલ સુભાષે યુપીના જૌનપુરમાં એક જજ વિરુદ્ધ પણ આરોપ લગાવ્યા જ્યાં તેના સાસરિયા રહે છે અને તેના કેટલાક મામલાઓની સુનાવણી ચાલે છે. સુભાષે જણાવ્યું કે જજે તેમની પાસેથી મામલાની પતાવટ માટે 5 લાખ રૂપિયા માંગ્યા હતા. આ માટે સુભાષે રાષ્ટ્રપતિને પણ પત્ર લખ્યો હતો. અતુલ સુભાષે પત્ની નીકિતા અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઉપરાંત ફેમિલી કોર્ટના જજ રીતા કૌશિક ઉપર પણ લાંચ સહિત ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે સુભાષની પત્ની અને તેના સાસરિયા પર આત્મહત્યા માટે ઉક્સાવવા સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. અતુલના પિતાની હાલત તો ખુબ  ખરાબ છે. પુત્રને ગુમાવ્યા બાદ પિતાની રડી રડીને હાલત બગડી ગઈ છે. તેમણે એક વીડિયોમાં પુત્રની વાતોને સાચી ગણાવી અને કહ્યું કે એક કલમ ખતમ તો બીજી કલમ ઠોકી દેતી હતી.