કાશ્મીરને પણ ટક્કર આપે છે લદ્દાખની આ જગ્યાઓ, મે મહિનાની કાળઝાળ ગરમીમાં પણ મળશે ડિસેમ્બરની મજા

Written ByDIPAK CHAVDA
Published: Apr 29, 2025, 12:08 AM IST|Updated: Apr 29, 2025, 12:08 AM IST

Leh-Ladakh: કાળઝાળ ગરમીની વચ્ચે જો તમને પણ ક્યાંક ફરવાનો પ્લાન છે, તો તમે લદ્દાખમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો. લદ્દાખ ખૂબ જ ખુબસુરત અને અદ્ભૂત સ્થળ હોવાથી સાથે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીંના શાનદાર સ્થળો કેટલાક મામલાઓમાં કાશ્મીરની વાદિઓને પણ ટક્કર આપે છે.

1/6

લદ્દાખ ફરવા માટે ખૂબ જ પ્રખ્યાત અને શાનદાર સ્થળ છે. તમને જણાવી દઈએ કે, અહીં માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. આ સ્થળની સુંદરતા તમને ખૂબ મંત્રમુગ્ધ કરી શકે છે. લોકો ઘણીવાર ઉનાળામાં કાશ્મીર જવાનું પસંદ કરે છે, પરંતુ તમે લદ્દાખમાં કાશ્મીર કરતાં પણ વધુ સુંદર સ્થળો જોઈ શકો છો. લદ્દાખ માત્ર પર્યટન માટે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ ખૂબ પ્રખ્યાત છે. તમે ઉનાળામાં અહીં ફરવાનો પ્લાન બનાવી શકો છો.

લેહ2/6

લેહ

લદ્દાખમાં ફરવા દરમિયાન તમે લેહનો પ્લાન બનાવી શકો છો. આ લદ્દાખનું કેન્દ્ર હોવાની સાથે-સાથે જ સૌથી મોટું શહેર પણ છે. અહીં તમને ટ્રેકિંગ ઉપરાંત ઘણી એક્ટિવિટી કરવા મળશે. તેમજ લેહનું કુદરતી સૌંદર્ય તમારું દિલ જીતી લેશે. એટલે કે લેહ પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર છે.

પેંગોંગ ઝીલ3/6

પેંગોંગ ઝીલ

ભારત અને ચીન વચ્ચે ફેલાયેલું વાદળી રંગનું સરોવર. તેની સુંદરતા અને બદલાતા રંગોને કારણે તે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સ્થળની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે.

નુબ્રા વેલી4/6

નુબ્રા વેલી

શ્યોક અને નુબ્રાના બે નદીઓના સંગમ પર સ્થિત નુબ્રા ઘાટી ખૂબ જ સુંદર ઘાટી છે. અહીં તમને રેતીની ટેકરીઓ, મઠ અને બે ખૂંધવાળા ઊંટ જોવા મળશે. વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રસ્તાઓમાંનો એક ખારદુંગ લા પાસ આ ખીણમાંથી પસાર થાય છે.

હેમિસ મઠ5/6

હેમિસ મઠ

લદ્દાખના સૌથી મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ મઠોમાંથી એક છે. તે તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિ અને કલાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. દર વર્ષે અહીં હેમિસ ઉત્સવ ઉજવવામાં આવે છે. તમે ઉનાળામાં પણ અહીં મુલાકાત લઈ શકો છો. તેના સુંદર દૃશ્યો તમારું દિલ જીતી લેશે.

ત્સો મોરીરી સરોવર6/6

ત્સો મોરીરી સરોવર

આ એક શાંત અને સુંદર ઊંચાઈ પર આવેલું સરોવર છે. આ પેંગોંગ તળાવ કરતાં ઓછી ભીડવાળું સ્થળ છે અને તેની કુદરતી સુંદરતા અને વન્યજીવન માટે જાણીતું છે. તેની સુંદરતા પણ તમને મંત્રમુગ્ધ કરી દેશે. તમે ઉનાળામાં પણ અહીં મુલાકાત લઈ શકો છો.