સરકારની આ જબરદસ્ત સ્કીમમાં જમા કરો માત્ર 376 રૂપિયા, દર મહિને મળશે આટલું પેન્શન
Atal Pension Scheme: અટલ પેન્શન યોજના (APY)એ ભારત સરકારની એક પેન્શન યોજના છે. આ યોજના 18 થી 40 વર્ષની વયના ભારતીય નાગરિકો માટે છે જેમની પાસે બેન્ક ખાતું છે. આ યોજનાનો હેતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થામાં આવકનો સ્ત્રોત પૂરો પાડવાનો છે.
APY સ્કીમ સાથે સુરક્ષિત કરો તમારા નિવૃત્તિ જીવન
નિવૃત્તિ પછીના જીવનની ચિંતા દરેક વ્યક્તિને હોય છે. આપણે વિચારીએ છીએ કે જ્યારે આપણી ઉંમર કામ કરવા માટે લાયક નહીં રહે અને શરીર પણ સહકાર ન આપે ત્યારે જીવન કેવી રીતે ચાલશે? ભવિષ્યની ચિંતા કરતા મોટાભાગના લોકો થોડા રૂપિયા બચાવતા રહે છે, પરંતુ પેન્શન યોજનાઓ વિશે વધુ વિચારતા નથી. જો તમે પણ એવી પેન્શન યોજના શોધી રહ્યા છો જેમાં તમે ઓછું પ્રીમિયમ ચૂકવીને આજીવન પેન્શન માટે પાત્ર બની શકો છો; તો અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ છે. આ પેન્શન યોજના હેઠળ 60 વર્ષની ઉંમરે દર મહિને 1000થી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. આ માટે તમારે દર મહિને ફક્ત 376 રૂપિયા જમા કરાવવા પડશે.
શું છે અટલ પેન્શન યોજના?
અટલ પેન્શન યોજના (APY)એ ભારત સરકારની એક પેન્શન યોજના છે. આ યોજના 18 થી 40 વર્ષની વયના ભારતીય નાગરિકો માટે છે જેમની પાસે બેન્ક ખાતું છે. આ યોજનાનો હેતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થામાં આવકનો સ્ત્રોત પૂરો પાડવાનો છે.
સ્કીમ માટેની શું છે શરતો?
18 થી 40 વર્ષની ઉંમરની કોઈપણ વ્યક્તિ અટલ પેન્શન યોજના ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમમાં જોડાવા માટે સેવિંગ બેન્ક એકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઇલ નંબર હોવો જરૂરી છે. તમારે તમારા મોબાઇલ નંબર અને આધાર કાર્ડની ફોટોકોપી પણ સબમિટ કરવાની રહેશે. અરજી મંજૂર થયા પછી તમને એક કન્ફર્મેશનનો મેસેજ આવશે.
કેટલું કરવાનું હશે રોકાણ?
અટલ પેન્શન સ્કીમમાં દર મહિને 1,000 થી 5,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવવા માટે અરજદારે દર મહિને 42 રૂપિયાથી લઈને 376 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રકમનું રોકાણ કરવા માટે તમારે 18 વર્ષની ઉંમરે આ યોજના લેવી પડશે. જો અરજદારની ઉંમર 40 વર્ષ કે તેથી વધુની વચ્ચે હોય તો તેણે દર મહિને 291 રૂપિયાથી લઈને 1454 રૂપિયા સુધીનું માસિક યોગદાન આપવું પડશે. મહત્તમ કોન્ટ્રીબ્યૂશન 5 હજાર રૂપિયા છે.
કેટલા વર્ષનો છે ટેન્યોર?
જો કોઈ વ્યક્તિ અટલ પેન્શન યોજના હેઠળ રોકાણ કરે છે, તો તેણે ઓછામાં ઓછા 20 વર્ષ માટે રોકાણ કરવું પડશે. દર મહિને, દર 3 મહિને અથવા 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરી શકાય છે. રૂપિયા ઓટો-ડેબિટ થશે. અમાઉન્ટ કેટલું કટ થશે તે આ વાત પર નિર્ભર કરે છે કે, તમે નિવૃત્તિ પછી કેટલું પેન્શન ઇચ્છો છો.
આ છે ગણતરી
જો તમે 25 વર્ષની ઉંમરથી અટલ પેન્શન યોજનામાં દર મહિને 376 રૂપિયા જમા કરાવો છો, તો તમને 60 વર્ષની ઉંમરે સરળતાથી 5,000 રૂપિયા દર મહિને પેન્શન મળવાનું શરૂ થઈ જશે. આ યોજના માટે 35 વર્ષ માટે રોકાણ કરવું પડશે. જો તમે ગણતરી કરો તો, આટલા વર્ષોમાં તમે 1,57,920 રૂપિયા બચાવશો. આના પર વ્યાજ પણ ઉમેરવામાં આવશે.
શું કોઈ ટેક્સ બેનિફિટ મળશે?
હા. અટલ પેન્શન યોજનામાં તમે ઈનકમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સ બેનિફિટ ક્લેમ કરી શકશો.
ઓનલાઈન અરજી કરવા માટે ફોલો કરો આ પ્રોસેસ
અટલ પેન્શન યોજના માટે તમે SBI દ્વારા અરજી કરી શકો છો. જો તમારું SBIમાં બેન્ક ખાતું છે, તો તમે નેટ બેન્કિંગ દ્વારા આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે પહેલા SBIના પોર્ટલ પર જાઓ. હવે તેમાં ઈ-સેવાઓ લિંક પર ક્લિક કરો. જે નવી વિન્ડોમાં ખુલશે, તેના પર એક લિંક સોશિયલ સિક્યુરિટી સ્કીમના નામથી હશે. તેના પર ક્લિક કરો. હવે તમને 3 વિકલ્પો દેખાશે. તમારે PMJJBY/PMSBY/APY માંથી APY પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ યોગ્ય રીતે ભરો. તમારું માસિક યોગદાન તમારી ઉંમરના આધારે નક્કી કરવામાં આવશે. સબમિટ બટન દબાવવાથી ફોર્મ સબમિટ થઈ જશે. તમને એક રસીદ નંબર મળશે, જેના દ્વારા તમે તમારા ફોર્મનું સ્ટેટસ ચેક કરી શકો છો.
Trending Photos