Gujarat Weather Forecast : હજુ પણ ગુજરાતમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી. 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ. અત્યાર સુધીમાં સિઝનમાં 28 ટકા વધુ વરસાદ નોંધાયો.
1/4રાજ્યમાં આજથી વરસાદની આગાહી આવી ગઈ છે. 13 થી 18 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી છે. તો 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવનની પણ આગાહી છે. અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી છે.
2/4હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. ચોમાસાની વિદાય 15 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી શરૂ થશે. ગુજરાતમાં સીઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
3/4નવરાત્રિમાં પણ વરસાદની આગાહી આવી છે. નવરાત્રિમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો આ દિવસોમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના છે.
4/4ગુજરાતમાં નવરાત્રિના તહેવાર પર વરસાદ આવશે કે નહિ તેનું મોટું કન્ફ્યુઝન છે. વરસાદ આવશે કે નહિ તેની અલગ અલગ આગાહી છે. 25 સપ્ટેમ્બર પહેલા ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે તેવી ભારતીય હવામાન વિભાગની આગાહી છે. 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં કચ્છથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય છે. છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. તો અંબલાલ પટેલે નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં મોટો વરસાદ થવાની આગાહી કરી છે. તેમના મતે, નવરાત્રિના પહેલા ત્રણ દિવસમાં ગરમી અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 6 નવેમ્બરથી દશેરા સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દિવાળી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે.