મળી ગયો ગીરમાં સિંહનો સૌથી મોટો પરિવાર, 20 જણાના ટોળા સાથે જંગલમાં ફરે છે આ સિંહ પરિવાર
Biggest Lion Family Of Gir Forest : સિંહના ટોળા હોય એ આખરે સાબિત થઈ ગયુ! સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું 20 સભ્યોનો સિંહ પરિવાર જોવા મળ્યો.
ભાવનગર જિલ્લામાં રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું હતું. 20 સભ્યો સાથેના આ શાહી સિંહ પરિવારની સિંહ વસ્તી ગણતરી દરમ્યાન ભાવનગરની ટીમે નોંધ લીધી છે.
20 સભ્યોના સિંહ પરિવારમાં કોણ કોણ છે?
સૌરાષ્ટ્રમાં 20 સિંહોનો આ બીજો સમૂહ ભાવનગર જિલ્લાના રાજસ્થળી-વીરડી વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ પરિવારમાં બે પુખ્ત સિંહ, છ સિંહણ અને ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના આશરે 13 બચ્ચાઓ સામેલ છે. આ જ વિસ્તારમાં નવ સિંહ સાથેનો અન્ય એક સમૂહ પણ જોવા મળ્યો હતો.
સિંહની વસ્તીનો આંકડો જલ્દી જાહેર થશે
આ તસવીર બતાવે છે કે, ભાવનગર જિલ્લાને સિંહ માટે મહત્ત્વપૂર્ણ અને અનુકૂળ રહેણાંક સ્થળ બની ગયું હોવાનું દર્શાવે છે. અત્યાર સુધીના સૌથી મોટા પરિવારમાં 18 સિંહનો સમૂહ જોવા મળ્યો હતો. જે 2022માં ગડકબારી ખાતે એક ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કર્યા હતા. સિંહોની વસ્તી અંદાજે 900 આસપાસ હોઈ શકે છે જોકે સત્તાવાર આંકડો એક પખવાડિયામાં જાહેર થવાની શક્યતા છે.
બીજી ટીમને 17 સિંહનો પરિવાર જોવા મળ્યો
મીતીયાળા અભ્યારણ્ય વિસ્તારમાં બીજી ટીમને 17 સિંહનો પરિવાર જોવા મળ્યો હતો. ગીરમાં લગભગ 10-12 સિંહનું ટોળું સામાન્ય હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, અત્યાર સુધીના સૌથી મોટા પરિવારમાં 18 સિંહનો સમૂહ જોવા મળ્યો હતો. 2022માં ગડકબારી ખાતે એક ફોટોગ્રાફરે તેમને કેદ કર્યા હતા.
Trending Photos