Photos: આ પક્ષીના પીંછા તમને બનાવી શકે છે માલામાલ! કિંમત જાણીને આવી જશે ચક્કર

આઈસલેન્ડમાં જોવા મળતુ દુર્લભ પક્ષી, એક એવુ પક્ષી જેની પાંખ તમને માલામાલ કરી દેશે, ઈડર પોલાર બતક, સોનાના ભાવે વેચાય છે પક્ષીનું પીંછુ, ફાઈબરયુક્ત પાંખ ધરાવતુ પક્ષી, ઈન્ટરનેશનલ માર્કેટમાં છે આ પક્ષીના પીંછાની અધધ...કિંમત...

નવી દિલ્લીઃ દુનિયાભરમાં એવી ઘણી વસ્તુઓ છે, જેના વિશે આપણે આજે અજાણ છીએ. શું તમે જાણો છો કે કેટલાક પક્ષીઓ એવા છે જેમના પીંછાની કિંમત લાખો રૂપિયા છે. જીહાં, તેથી જ લોકો પાંખો શોધવા માટે મહિનાઓ ગાળી દે છે. એક એવું પક્ષી કે જેનો માળો સરળતાથી મળતો નથી. શિકારીઓ મહિનાઓ સુધી માળાની શોધમાં જંગલોમાં ભટકે છે. જો તેમને પક્ષીના પીંછા મળી જાય તો, તેઓ માલામાલ થઈ જાય છે.

પાંખોની કિંમત લાખોમાં છે

1/5
image

આવો તમને જણાવીએ કે એવું કયુ પક્ષી છે, જેના પીંછાની કિંમત લાખો રૂપિયામાં છે. આઈસલેન્ડના જંગલોમાં ઈડર પોલાર બતક (Eider polar duck) જોવા મળે છે. જેની પાંખો ખૂબ જ હળવી અને ગરમ હોય છે. આ પીંછાની મોટાભાગની ડિમાન્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં છે. તેમના પીંછા સૌથી ગરમ હોવાની સાથે સાથે પ્રાકૃતિક ફાઈબરયુક્ત હોવાનું પણ માનવામાં આવે છે. આ કારણોસર પક્ષીના પીંછા બજારમાં સોનાના ભાવે વેચાય છે.

આઈસલેન્ડમાં જોવા મળે છે પક્ષીઓ

2/5
image

ઈન્ડિયા ટાઈમ્સના સમાચાર અનુસાર, શિકારીઓ ઉનાળાની ઋતુમાં પશ્ચિમ આઈસલેન્ડની બ્રેઈઆફજોરિઉર ખાડી (Breafafjoriur Bay)ના જંગલોમાં ઈડર ધ્રુવીય બતક (Eider polar duck)ની શોધ માટે જાય છે.

પીંછા માટે પક્ષીઓનો શિકાર નથી કરતા

3/5
image

માળામાં બેસતી વખતે બતકની નીચલી ગરદનમાંથી ફાઈબર હટી જાય છે. જ્યારે બતક તેમના માળા પર બેસીને ઈંડા આપવાનું શરૂ કરે છે, ત્યારે તેમના પીંછાના તંતુઓ પરિપક્વ થાય છે. સૌથી સારી વાત એ છે કે આ પીંછા મેળવવા માટે, શિકારીઓ પક્ષીઓને મારતા નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં છે ભારે માગ

4/5
image

જોકે, ઈડર ધ્રુવીય બતકમાં ફાઈબરનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જેના કારણે વધુ પીંછા મેળવવા મુશ્કેલ બની જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 800 ગ્રામ ફાઈબરની કિંમત લગભગ $ 5000 (3.71 લાખ રૂપિયા) છે.

સ્થાનિકો માટે રોજગારનો સ્ત્રોત

5/5
image

તમને જણાવી દઈએ કે, આ બતક સ્થાનિક લોકો માટે રોજગારીનું સાધન છે. મળી આવેલા બતકના પીંછા તેઓ બજારમાં વેચે છે. માહિતી અનુસાર, લગભગ એક કિલો બતકના પીંછા માટે 60 જેટલા માળા શોધવા પડે છે અને તે માટે વર્ષમાં માત્ર ત્રણ વખત જંગલોમાં શોધખોળ કરવી પડે છે.