Photos: દહેજ આગમાં કંપનીની અંદરના ભયાનક દ્રશ્યો, સળગેલા પડ્યા હતા મૃતદેહો


ભરૂચના દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં બપોરે બોઇલરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા જોડા મળી રહ્યાં હતા. 
 

ભરત ચૂડાસમા/ભરૂચઃ બપોરે અચાનક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે કિલોમીટરો સુધી ધુમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યાં હતા. કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે દોડીને બહાર નિકળી રહ્યાં હતા. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોવાથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ વાર લાગી હતી. 

1/5
image

ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા છે.   

2/5
image

 ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. યશસ્વી કેમિકલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો, જેના બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કંપનીમાંથી ઉડતા દેખાયા હતા. 

3/5
image

50 જેટલા લોકો દાઝી ગયા છે. આ ઘટના બાદ  ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.

4/5
image

બ્લાસ્ટના પગલે આગ ફાટી નિકળ્યા બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. તો કંપનીના કેટલાક કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા.   

5/5
image

ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ન હોવાને કારણે ઘણા કર્મચારીઓ દુખાવાથી હેરાન થઈ રહ્યાં હતા. આ આગ બાદ  સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 10 જેટલા ફાયર ટેન્કરો કંપનીએ પહોંચ્યા હતા.