અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં બોર્ડ લાગ્યું, માતાજીના પ્રસાદને લઈને ભક્તોને કરાઈ અપીલ

Written ByDipti Savant
Published: Feb 15, 2025, 07:15 PM IST|Updated: Feb 15, 2025, 07:15 PM IST

Ahmedabad News : શહેરના અતિ પ્રાચીન એવા ભદ્રકાળી મંદિરે લાગેલા એક બોર્ડથી અનેક ચર્ચાઓ ઉઠી છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રથમવાર પ્રસાદને લઈ બોર્ડ લાગ્યું, પવિત્રતાને લઈ આ નિર્ણય કરાયાનો દાવો કરાયો છે. સનાતન ધર્મના લોકોએ બનાવેલી પ્રસાદી જ લાવવી તેવું બોર્ડ પર લખાયું છે. 

બોર્ડ પર શું લખાયું છે 1/4

બોર્ડ પર શું લખાયું છે 

મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલ બોર્ડ પર લખાયું છે કે, ભાવિક ભક્તોને નમ્ર અપીલ છે કે માતાજીને ધરાવવા માટે લીધેલી પ્રસાદી સાવત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલી હોવી જોઈએ તેની નોંધ લેવી.

આ બધું સનાતન ધર્મમાં ચાલતું નથી2/4

આ બધું સનાતન ધર્મમાં ચાલતું નથી

ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાની ઘટના બાદ ટ્રસ્ટે આ નિર્ણય કરાયો હોવાનો દાવો મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યો છે. શ્રીરામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટના ચેરમેન શશિકાંત તિવારીએ જણાવ્યું હતું કે નગરદેવી ભદ્રકાળી માતાજીને ભોગ ધરાવવા માટે લોકો પ્રસાદી લઈને આવતા હોય છે. એ પ્રસાદી અન્ય ધર્મના લોકોની દુકાનેથી ખરીદીને લાવતા હોય છે એવી બાબત સામે આવી છે. અન્ય ધર્મના લોકોની દુકાનેથી પ્રસાદી ખરીદીને લાવતા હોય છે ત્યારે પ્રવિત્રતા જળવાતી નથી. ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા દરમિયાન જોયું હતું કે કેટલાક અન્ય ધર્મના લોકો જે વસ્તુ આપતા હતા એમાં કહી ન શકાય એવી વસ્તુઓ નાખતા હતા. જેથી અહીં પણ લોકો જે પ્રસાદી લાવે છે એમાં કેવી પ્રસાદી હોય એમાં શુદ્ધતા અને સાત્ત્વિકતા જળવાય છે કે કેમ એ ખબર નથી હોતી. ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ જોયું છે કે અન્ય પ્રકારનો માવો, ઘી સહિતની વસ્તુઓમાં અશુદ્ધિ વધુ હોય છે. ખરાબ વસ્તુઓ આપતા હતા, જેના કારણે આ બધું સનાતન ધર્મમાં ચાલતું નથી. એના કારણે અમે મંદિરની બહાર બોર્ડ લગાવ્યું છે. માતાજીને જે મીઠાઈ કે પ્રસાદી લાવવામાં આવે એ શુદ્ધ અને સાત્ત્વિક મીઠાઈ મળે ત્યાંથી લાવવી એવી જાણ કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે.   

નગરદેવી નગરયાત્રાએ નીકળશે 3/4

નગરદેવી નગરયાત્રાએ નીકળશે 

614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે અમદાવાદમાં ભદ્રકાળી માતાની 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા નીકળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહી શકે છે. 

કેવી હશે આ નગરયાત્રા4/4

કેવી હશે આ નગરયાત્રા

26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસે 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહીને રથને પ્રસ્થાન કરાવશે.