બોલીવુડના આ સ્ટાર્સ જાહેરમાં કરે છે પ્રેમ, પરંતુ લગ્નના નામ પર થઈ જાય છે ચુપ

Bollywood Couples: કહેવાય છે કે પ્રેમ છુપાવતા છુપાતો નથી. સત્ય છે, બોલીવુડમાં પણ કેટલાક લવબર્ડ્સ છે જેણે પોતાના પ્રેમને છુપાવ્યો અને પછી દુનિયાની સામે તેને કબૂલ પણ કર્યો. આલિયા ભટ્ટ અને રણવીર કપૂરથી લઈને તારા સુતારિયા અને આદર જૈનની જોડી સુધી, આવા ઘણા કપલ્સ છે જે જાહેરમાં પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. બોલીવુડની ઇવેન્ટ હોય કે પછી ફેમેલી ફંક્શન, આ કપલ્સ સાથે જોવા મળે છે. પરંતુ આટલા વર્ષના સંબંધ છતાં આ સ્ટાર્સ હજુ લગ્નના બંધનમાં બંધાયા નથી. આવો આવા લવબર્ડ્સ વિશે જાણીએ.   

Nov 29, 2021, 07:48 PM IST
1/6

આલિયા ભટ્ટ-રણબીર કપૂર

આલિયા ભટ્ટ-રણબીર કપૂર

રણબીર અને આલિયા વર્ષ 2017થી રિલેશનશિપમાં છે. બંને પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) ના સેટ પર પ્રેમમાં પડ્યા. આ વચ્ચે તે બંને નજીક આવ્યા અને હવે બંને ખુલીને પોતાનો પ્રેમ જાહેર કરે છે. ઇવેન્ટ્સમાં ફેસ્ટિવલમાં ત્યાં સુધી કે બંને વેકેશન પર સાથે જોવા મળે છે. રિપોર્ટ છે કે આલિયા અને રણબીર આગામી વર્ષે લગ્ન કરવાના છે.   

2/6

ફરહાન અખ્તર-શિબાની દાંડેકર

ફરહાન અખ્તર-શિબાની દાંડેકર

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની મુલાકાત એક ટીવી શોમાં થઈ હતી જ્યાં શિબાની એક પાર્ટિસિપેન્ટ હતી. અહીંથી બંનેના પ્રેમનો સિલસિલો શરૂ થયો. બંને એક બીજાની સાથે કોઝી પિક્ચર્શ શેર કરી પોતાના રોમાન્સની ઝલક પણ દેખાડે છે. તેની રિલેશનશિપને ત્રણ વર્ષ થઈ ગયા છે. હવે તેના ફેન્સ રાહ જોઈ રહ્યાં છે ફરહાન અને શિબાનીના લગ્નના.   

3/6

અર્જુન કપુર-મલાઇકા અરોડા

અર્જુન કપુર-મલાઇકા અરોડા

અર્જુન કપૂર અને મલાઇકા અરોડાએ 2019માં પોતાના સંબંધોને જાહેર કર્યાં હતા. બંને અનેકવાર સાથે જોવા મળી ચુક્યા છે. પરંતુ બંને લગ્નના સવાલો પર મૌન છે. તેવામાં જોવાનું રહેશે કે હવે બંને કપલ લગ્ન કરે છે કે નહીં. 

4/6

આદર જૈન- તારા સુતારિયા

આદર જૈન- તારા સુતારિયા

તારા સુતારિયા અને આદર જૈનના સંબંધની ચર્ચા આદરના ભાઈ અરમાન જૈનના લગ્નના સમયથી ચાલી રહી હતી. બાદમાં કપલે ઇન્સ્ટાગ્રામ પર લવી-ડવી પોસ્ટના સહારે એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. તારા આદરના ફેમેલી ફંક્શનમાં જોવા મળી ચુકી છે. ચર્ચા છે કે બંને આગામી વર્ષે લગ્ન કરવાના છે. 

5/6

ઋચા ચડ્ઢા અને અલી ફઝલ

ઋચા ચડ્ઢા અને અલી ફઝલ

ઋચા ચડ્ઢા અને અલી ફઝલની મુલાકાત ફિલ્મ ફિકરેના સેટ પર થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી બંને એકબીજાના સારા મિત્ર અને હમસફર બની ગયા. પાછલા વર્ષે નવેમ્બરમાં અલી અને ઋચા એક સાથે રહેવા લાગ્યા. બંનેએ લગ્નનો પ્લાન બનાવ્યો હતો પરંતુ પેનડેમિકને કારણે તેનો આ પ્લાન રદ્દ થઈ ગયો. હવે આશા છે કે આગામી સમયમાં બંને એક થઈ જશે. 

6/6

સુષ્મિતા સેન-રોહમન શોલ

સુષ્મિતા સેન-રોહમન શોલ

સુષ્મિતા સેને 2018માં મોડલ રોહમન શોલની સાથે પોતાના સંબંધોને દુનિયાની સામે રાખ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી બંનેની બોન્ડિંગ મજબૂત બની ચુકી છે. રોહમન, સુષ્મિતાની પુત્રીઓની સાથે પણ સારા સંબંધ ધરાવે છે. રોહમન અને સુષ્મિતાની ઉંમરમાં 10 વર્ષનું અંતર છે, તેમ છતાં બંને એક બીજાને ખુબ પ્રેમ કરે છે. હવે તે જોવાનું હશે કે બોલીવુડની આ જોડી, લગ્ન કરે છે કે નહીં.