કેટરિના અને વિક્કીની કેવી રીતે થઈ હતી પ્રથમ મુલાકાત? જાણીતા કોમેડિયને કરી હતી મદદ, લગ્નના 3 વર્ષ બાદ ખોલ્યા રાઝ

Vicky Kaushal Katrina Kaif Love Story: વિક્કી કૌશલ અને કેટરિના કૈફએ ડિસેમ્બર 2021મા લગ્ન કર્યા હતા. વિક્કી તાજેતરમાં શો ટૂ મચ વિથ ટ્વિંકલ અને કાજોલમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે વાત કરી. વિક્કીએ જણાવ્યું કે તેની કેટરિના સાથે પ્રથમ મુલાકાત કયાં થઈ અને કઈ રીતે લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી.


 

વિક્કી કૌશલ અને કેટરિના કૈફની લવ સ્ટોરી

1/5
image

Vicky Kaushal Katrina Kaif Love Story: બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફની લવ સ્ટોરી હંમેશા ફેન્સ માટે સુંદર રહી છે. હવે વિક્કી કૌશલે ખુદ પોતાની પ્રથમ મુલાકાતનો રસપ્રદ કિસ્સો રજૂ કર્યો છે, જેણે તેના જીવનની દશા બદલી નાખી. તેની પ્રથમ મુલાકાત કોઈ ફિલ્મી સીનથી ઓછી નથી, જ્યાં સ્ટેજ, રોશની, મ્યૂઝિક અને થોડી મજાકે બંનેને એકબીજાની નજીક લાવી દીધા.  

એવોર્ડ શોમાં શરૂ થઈ કહાની

2/5
image

વિક્કી કૌશલ ગણાવે છે કે તે એવોર્ડ શોની નાની વાતચીતે ધીમે-ધીમે એક મજબૂત સંબંધનો પાયો નાખ્યો. તેણે જણાવ્યું કે તે એવોર્ડ શો હોસ્ટ કરી રહ્યો હતો અને કેટરિના ગેસ્ટ હતી. સ્ટેજ પર બંનેએ સાથે ચિકની ચમેલી ગીત પર ધમાકેદાર પરફોર્મંસ આપ્યું હતું.

કોમેડિયન સુનીલ ગ્રોવરે કરાવ્યું ઈન્ટ્રોડક્શન

3/5
image

પછી, સુનીલ ગ્રોવરે અમારો પરિચય બેકસ્ટેજ પર કરાવ્યો, કારણ કે તે પહેલા કેટરિના સાથે કામ કરી ચૂક્યો હતો. પહેલી વાર "નમસ્તે" બોલ્યા પછી, અમે બંને આરામથી વાતો કરવા લાગ્યા, અને વાતાવરણ એટલું હળવું થઈ ગયું કે અમે બંને એકબીજા સાથે ખૂબ જ આરામદાયક અનુભવીએ છીએ.

ફ્રીમાં મળ્યો હોસ્ટિંગ વર્કશોપ

4/5
image

અભિનેતાએ જણાવ્યું કે મુલાકાતની થોડી મિનિટોમાં કેટરિનાએ તેને એવોર્ડ શો હોસ્ટ કરવા માટે ટિપ્સ આપવાની શરૂ કરી દીધી, જ્યારે શો લગભગ પૂરો થવાનો હતો અને માત્ર ગુડ નાઇટ કહેવાનું બાકી હતી. પરંતુ કેટરિનાએ એટલી ગંભીરતાથી ટિપ્સ આપી કે વિક્કીને લાગ્યું કે એક ફ્રી હોસ્ટિંગ વર્કશોપ મળ્યો હોય.  

ધૂમધામથી થયાં હતાં લગ્ન

5/5
image

આ વાતચીત દરમિયાન વિક્કીએ હસ્તા-હસ્તા કેટરિનાને કહી દીધું કે કેમ મારી સાથે લગ્ન કરી લેતી નથી, મારા જેવા સારા છોકરા સાથે, તે સમયે આ હળવી મજાક હતી. પરંતુ કોઈ જાણતું નહોતું કે આ લાઇન આગળ જતાં તેના જીવનમાં સામેલ થઈ જશે. સમય જતાં બંનેએ લગ્ન કરી લીધા હતા. આજે બંને એક બાળકના માતા-પિતા છે.