સુહાગરાત પર બનેલું એ ધમાકેદાર ગીત...જે આજે પણ લોકોને ખુબ ગમે છે, ગીતના શબ્દો પણ અદભૂત

બોલીવુડની ફિલ્મોમાં ગીતો વગર તમને મજા ન આવે. ગીતોનો એક અલગ ચાર્મ હોય છે. બોલીવુડમાં એવી અનેક ફિલ્મો છે જેમાં 3 થી 4 ગીત તો જરૂર હોય. ક્યારેક એવું પણ થાય કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પછડાય પરંતુ ગીતો જબરદસ્ત હીટ થાય. પરંતુ આજે અમે તમને એક એવા ગીત વિશે જણાવીશું જેણએ રાતોરાત હંગામો મચાવી દીધો હતો. આજે પણ આ ગીત એટલું જ મજેદાર અને હીટ છે જેટલું 27 વર્ષ પહેલા હતું. શું તમે સાંભળ્યું છે?

બોલીવુડનું સૌથી ધાંસૂ ગીત

1/5
image

કેટલીક ફિલ્મો એવી હોય છે જે પોતાના ગીતો અને કહાનીના કારણે વર્ષો બાદ પણ લોકોના હ્રદયમાં જીવિત રહે છે. આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું જે 90ના દાયકાના અંતિમ વર્ષમાં આવી હતી જેમાં ત્રણ મોટા કલાકારોએ એકસાથે કામ કર્યું હતું. આ ફિલ્મની સૌથી ખાસ વાત હતી તેના ગીતો, જે આજે પણ લોકો સાંભળે છે અને ગાય છે. ફિલ્મના દરેક સીનમાં કઈકને કઈક ખાસ હતું, જેણએ દર્શકોને ઈમોશનલ પણ કર્યા અને કહાની સાથે જોડાયેલા પણ રાખ્યા.   

27 વર્ષ જૂની ફિલ્મનું ગીત

2/5
image

અમે જે ફિલ્મની વાત કરીએ છીએ તેનું દિગ્દર્શન મણિરત્નમે કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, મનિષા કોઈરાલા અને પ્રીટી ઝીંટાની યાદગાર ભૂમિકાઓ હતી. આ ફિલ્મ પ્રીટીની પહેલી ફિલ્મ હતી અને તેણે પોતાના શાનદાર અભિનયથી દરેકના મન જીત્યા હતા. આ ફિલ્મ 1998માં આવી હતી અને તેનું નામ હતું 'દિલ સે'. ફિલ્મનું એક ગીત જે લગ્નની પહેલી રાત પર ફિલ્માવવામાં આવ્યું હતું. આજે પણ આ ગીતને લોકો ખુબ પસંદ કરે છે. ગીતમાં એક નવી દુલ્હનના મનની ભાવનાઓને ખુબ જ સુંદરતાથી રજૂ કરાઈ હતી. જેમાં કોઈ અશ્લીલતા નહતી. 

ગુલઝારે લખ્યું હતું આ ગીત

3/5
image

ખાસ વાત એ છે કે આ ગીત ગુલઝારે લખ્યું હતું અને લતા મંગેશકરે આ ગીત ગાયું હતું. આ ગીતનું નામ છે 'જિયા જલે...જાન જલે' જે આજે પણ લોકોના ફેવરિટ ગીતોમાં સામેલ છે. ગુલઝારે આ ગીતને ખુબ જ સાદગી પરંતુ છતાં વેધક શબ્દોથી લખ્યું હતું. ગીતની દરેક લાઈન એક ખાસ અહેસાસ રજૂ કરે છે. ગુલઝાર પોતે પણ કહી ચૂક્યા છે કે આ ગીતને લખતી વખતે તેમનો હેતુ એક દુલ્હનના પહેલા દિવસની લાગણીઓને સ્વચ્છ રીતે રજૂ કરવાનો હતો. જેણે દરેકના મનને સ્પર્શ્યા.   

એ આર રહેમાને આપ્યું સંગીત

4/5
image

આ ગીતને ફિલ્મના દિગ્દર્શક મણિરત્નમે ખુબ જ સુંદર રીતે શૂટ કર્યું હતું. તેનું સંગીત એ આર રહેમાને તૈયાર કર્યું હતું. જે ગીતનો આત્મા બની ગયો. ગુલઝારના શબ્દો અને રહેમાનની ધૂનનો મેળ મિલાપ એટલો સુંદર હતો કે ગીત સાંભળતા જ મનને સ્પર્શી જાય. એક ઈન્ટરવ્યુમાં ગુલઝારે નસરીન મુન્ની કબીરને જણાવ્યું હતું કે આ ગીતમાં તેમણે એક નવી દુલ્હનના મનનો ડર, સંકોચ અને સપનાને જગ્યા આપી હતી. જે તેને ખાસ બનાવે છે. એટલું જ નહીં પ્રીટીએ પોતાના હાવભાવથી દરેકના મન જીત્યા હતા. 

આ ફિલ્મના અનેક ગીત થયા સુપરહીટ

5/5
image

આ ફિલ્મનું એક અન્ય ગીત છૈયા છૈયા પણ ખુબ જ હીટ થયું હતું. આ ગીત ચાલુ ટ્રેન પર  ફિલ્માવવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ  ખાન, મલાઈકા અરોરા, જોવા મળ્યા હતા. આ ગીતે મલાઈકાને એક નવી ઓળખ આપી હતી અને તે રાતોરાત મશહૂર બની ગઈ હતી. આજે પણ જ્યારે આ ગીત વાગે છે ત્યારે લોકો નાચવા પર મજબૂર બને છે. બધુ મળીને આ ફિલ્મના ગીતોએ તેને એક યાદગાર ફિલ્મ બનાવી દીધી. જેને લોકો આજે પણ ખુબ આનંદ સાથે જુએ છે. 11 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 28 કરોડની  કમાણી કરી હતી.