રાજકુમાર બુધનું પોતાના જ નક્ષત્રમાં ગોચર, બિઝનેશ અને રૂપિયાના મામલામાં આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી!

Budh Nakshatra Parivartan 2025: જ્યોતિષ શાસ્ત્રમાં બુધ દેવને બુદ્ધિ અને વેપારનો કારક માનવામાં આવે છે. ગ્રહોનો રાજકુમાર બુધ એપ્રિલમાં પોતાનું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે, જેની 4 રાશિઓ પર સકારાત્મક અસર પડી શકે છે.

કુંડળીમાં બુધની સ્થિતિ

1/7
image

કુંડળીમાં બુધની સ્થિતિ જ્યારે મજબૂત રહે છે, ત્યારે આ ક્ષેત્રોના જાતકોનું પ્રદર્શન પણ ખૂબ સારું રહે છે. શિક્ષણ, કારકિર્દી અને વ્યવસાયમાં સતત પ્રગતિનો તબક્કો ચાલું રહે છે.

મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ

2/7
image

મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ જ્યારે પણ પોતાની રાશિ કે નક્ષત્રમાં પરિવર્તન કરે છે, ત્યારે તેની તમામ 12 રાશિના લોકો પર સીધી શુભ કે અશુભ અસર પડે છે. એ જ રીતે એપ્રિલ મહિનામાં નક્ષત્ર પરિવર્તન કરી બુધ ગ્રહ પોતાના જ રેવતી નક્ષત્રમાં ગોચર કરશે. બુધ ગ્રહ 27 એપ્રિલ 2025ના રોજ રેવતી નક્ષત્રમાં ગોચર કરશે.

રેવતી નક્ષત્રમાં બુધ ગ્રહ

3/7
image

પોતાના રેવતી નક્ષત્રમાં બુધ ગ્રહનું ગોચર થવાને કારણે કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ ચાર રાશિના જાતકો માટે બુધ ગ્રહનું નક્ષત્ર બદલવું શુભ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કઈ કઈ ચાર રાશિઓ છે જેમને ઘણા ક્ષેત્રોમાં ઘણા ફાયદા થઈ શકે છે.

વૃષભ રાશિ

4/7
image

વૃષભ રાશિ માટે બુધ ગ્રહનો રેવતી નક્ષત્રમાં પ્રવેશ ખૂબ જ શુભ અને સફળતાનો કારક બની શકે છે. જાતકો માટે આ સમયગાળા દરમિયાન બિઝનેસમાં લાભની સાથે જ નોકરીમાં પ્રગતિની યોગ બની શકે છે. જાતકોના વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે. અધિકારીઓ જાતકોથી પ્રભાવિત થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે બુધનું નક્ષત્રમાં પરિવર્તન કરવાથી વેપારના નવા રસ્તાઓ ખોલવાનું સાબિત કરી શકે છે. કામકાજના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને આર્થિક રીતે સફળતા મળશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે અને વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ વધશે. શિક્ષણના ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે.

કર્ક રાશિ

5/7
image

કર્ક રાશિના જાતકો માટે બુધનું નક્ષત્ર ગોચર ઘણા મામલામાં સારું પરિણામ આપનારું સાબિત થઈ શકે છે. રોકાણ મુજબ ફાયદો અને નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે. બુદ્ધિ અને સમજદારીથી પોતાની સમસ્યાઓનો ઉકેલ જાતક ખુદ લાવી શકશે. રૂપિયાની આવક વધશે. કર્ક રાશિના જાતકોનો માનસિક તણાવ સમાપ્ત થશે. કામમાં સારું પ્રદર્શન કરીને ઘણા રૂપિયા કમાઈ શકશો. પરીક્ષાનું પરિણામ સારું આવી શકે છે. સખત મહેનતથી વિદ્યાર્થીઓ એવોર્ડ પણ મેળવી શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત અવરોધો દૂર થશે. કોર્ટ સંબંધિત મામલામાં જાતકનું વર્ચસ્વ રહેશે.

ધન રાશિ

6/7
image

બુધ ગ્રહનું રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી ધન રાશિના જાતકની કિસ્મત ચમકશે. લાંબા સમયથી અટવાયેલા કામ શરૂ થશે અને અટવાયેલા રૂપિયા મળશે. વ્યવસાય માટે મુસાફરી કરવી પડી શકે છે, જે જાતકોના પક્ષમાં રહેશે. રોજગારની શોધને લગતા સારા સમાચાર સાંભળી શકો છો. ધન રાશિના જાતકોના જીવનસાથી તેમને પૂરો સાથ આપશે. ઘણા રૂપિયા કમાવવાની તક મળશે. જાતકોને આ ગોચર પછી બિઝનેસમાં મોટી સફળતા મળશે. પહેલાથી જ નોકરી કરતા જાતકોને અચાનક પ્રમોશન મળી શકે છે. કાર્યસ્થળ પર સન્માનના માર્ગો ખુલશે.  

7/7
image

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.