કિડા જેવી દેખાતી આ જડીબુટ્ટી મળી જશે તો થઈ જશો લખપતિ, આ બીમારીનો છે કાળ!

Caterpillar Fungus: કિડા જડીને કેટરપિલર ફંગલ કહેવામાં આવે છે, તેની કિંમત એટલી છે કે સામાન્ય માણસ તેને ખરીદી પણ શકતો નથી. જો કે, તે ઔષધીય ગુણધર્મોની દ્રષ્ટિએ ઉત્તમ છે.

હિમાલયની અદ્ભૂત જડીબુટ્ટી

1/6
image

કિડા જડી એક એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ લાંબા સમયથી પરંપરાગત દવામાં કરવામાં આવે છે. તે ખાસ કરીને હિમાલય પ્રદેશ અને તિબેટમાં જોવા મળે છે. તેને "હિમાલયની અદ્ભૂત જડીબુટ્ટી" પણ કહેવામાં આવે છે. કિડા જડીને હેલ્થ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી અલગ-અલગ સમસ્યાઓના ઉકેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના ઘણા ફાયદા છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે, જેના વિશે જાણવું મહત્વપૂર્ણ છે.

અનેક બીમારીઓમાં મદદરૂપ

2/6
image

જીબી પંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન એન્વાયર્નમેન્ટ દ્વારા મે 2020માં કરાયેલા એક રિસર્ચમાં જણાવાયું છે કે, તેનો ઉપયોગ અનેક બીમારીઓ જેવી કે,ઝાડા, માથાનો દુખાવો, ઉધરસ, સંધિવા, અસ્થમા, પલ્મોનરી ડિસીઝ, કાર્ડિયક ડિસઓર્ડર, જાતીય રોગો, કિડની અને કિડનીના રોગો જેવા ઘણી બીમારીઓની સારવાર માટે સદીઓથી ચીની પરંપરાગત દવા અને ભૂટાનની સ્વદેશી દવામાં કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ચીને 1964માં તેને સત્તાવાર રીતે દવા તરીકે ચિહ્નિત કર્યું હતું.  

કેટલી છે કિંમત?

3/6
image

તમને જાણીને નવાઈ લાગશે કે, કીડા જડીની કિંમત લાખોમાં છે. જીબી પંત નેશનલ હિમાલયન એન્વાયર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ એક કિલોગ્રામ કીડા જડીની કિંમત લગભગ 23 લાખ રૂપિયા છે અને તેની કિંમત દિવસેને દિવસે વધી રહી છે. તે હિમાલયના પ્રદેશમાં જોવા મળે છે અને તેના મૂળનો ઉપયોગ થાય છે, જે જમીનની અંદર જોવા મળે છે. તેનું મૂળ કીડા જેવું દેખાય છે. તેથી તેને કીડા જડી કહેવામાં આવે છે.

એનર્જી બૂસ્ટર

4/6
image

કિડા જડીને એનર્જીનો એક નેચરલ સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરની સહનશક્તિ વધારે છે, જેના કારણે એથલિટ્સ અને ફિટનેસના શોખીનોમાં તેની ડિમાન્ડ વધી છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે, તે શરીરમાં ઓક્સિજનનો પુરવઠો સુધારે છે, જે થાક ઘટાડે છે.

પોષક તત્વોથી ભરપૂર

5/6
image

કીડા જડીમાં એન્ટીઓકિસડન્ટ અને અન્ય પોષક તત્વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ જડીબુટ્ટી સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે અને શરીરને બીમારી સામે લડવાની તાકાત આપે છે.

6/6
image

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.