50 વર્ષ બાદ ચંદ્રગ્રહણ પર શનિદેવતાનો દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, સંપત્તિમાં જોરદાર વધારો થશે!
14 માર્ચે ચંદ્રગ્રહણ પર શનિદેવનો આ દુર્લભ સંયોગ 50 વર્ષે બની રહ્યો છે. આવામાં કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય જબરદસ્ત ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ કોણ છે.
વૈદિક જ્યોતિષ મુજબ આ વર્ષે ચંદ્રગ્રહણ હોળી ટાણે એટલે કે 14 માર્ચ આજે ધૂળેટીએ થવા જઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે આ દિવસે કર્મફળદાતા અને ન્યાયના દેવતા શનિદેવનો શશ રાજયોગ બનેલો છે. જેનાથી ચંદ્રગ્રહણ પર શનિદેવનો દુર્લભ સંયોગ પણ લગભગ 50 વર્ષે બની રહ્યો છે. આવામાં કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ સાથે પ્રગતિના યોગ છે. જાણો લકી રાશિઓ વિશે...
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ પર શનિદેવનો શશ રાજયોગ બનવો એ લાભકારી રહી શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને ગોચર કરે છે. આથી આ સમય વેપારીઓને વેપારમાં ભારે ફાયદો કરાવી શકે છે. અટવાયેલા કાર્યો ઝડપથી પૂરા થશે. વેપાર સંલગ્ન કામો માટે વિદેશ પ્રવાસ થાય તેવી શક્યતા. કારોબારમાં ખુબ પ્રગતિ થઈ શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે.
મિથુન રાશિ
ચંદ્રગ્રહણ પર શનિદેવનો શશ રાજયોગ બનવો એ મિથુન રાશિવાળા માટે શુભ ફળદાયી રહી શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમાં ભાવે ગોચર કરે છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. કામકાજ સંબંધિત યાત્રા કરી શકો છો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. ધન સંબંધિત અધૂરા કામ પૂરા થશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. પરિવાર સાથે સારા સંબંધ નિભાવી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે ચંદ્રગ્રહણ અને શશ રાજયોગનો સંયોગ અનુકૂળ સિદધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિમાં જ બને છે. આથી આ સમય દરમિયાન તમને તમને માન સન્માન મળી શકે છે. દરેક કાર્યમાં અપાર સફળતા મળી શકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થઈ શકે છે. પરિવારના લોકો સાથે સંબંધમાં સુધારો થશે અને મધુરતા વધશે. સંબંધો પહેલા કરતા સારા બનશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. પરિણીત લોકો માટે વૈવાહિક જીવન શાનદાર રહેશે. અપરિણીતો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos