IND vs AUS: આ ઓસ્ટ્રેલિયાની સુંદરીએ શુભમન ગિલ માટે કરી પ્રાર્થના, રહાણે પાસે આ માંગી મદદ

ઓસ્ટ્રેલિયાની એન્કર ક્લોય અમાન્ડા બેલી (Chloe Amanda Bailey)એ અજિંક્ય રહાણે પાસે મદદ માંગી.

Dec 29, 2020, 06:29 PM IST

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ એન્કર ક્લોય અમાન્ડા બેલી (Chloe Amanda Bailey) ભારતીય ક્રિકેટ ટીમની મોટી ફેન છે. ખાસ કરીને વિરાટ કોહલીની. ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસ આ સુંદર એન્કરે આ વખતે વિરાટ કોહલીને નહીં પરંતુ અજિંક્ય રહાણેને કંઇક કહ્યું છે.

1/5

ક્લોય અમાન્ડા બેલી મેચના છેલ્લા દિવસે શુભમન ગિલની ફીફ્ટી પૂરી થવાની પ્રાર્થના કરી રહી છે.

2/5

ક્લોયએ અજિંક્ય રહાણેને ભાઈ કહ્યું અને શુભમન માટે ખાસ માંગ કરી તેણે ટ્વીટ કર્યું, જિંક્સ ભાઇ ગિલને 37 બાકી રનોમાંથી 30 રન બનાવવા દો જેથી તે તેના ડેબ્યૂમાં પોતાની અર્ધસદી પૂરી કરી શકે.

3/5

ક્લોયની આ ટ્વીટ પર એક ભારતીય ફેન્સે કોમેન્ટ કરી અને તેને કહ્યું કે, રહાણેનો કોઈ જિંક્સ બોલાવે તો તેને સારૂ નથી લાગતું. આ કોમેન્ટ બાદ ક્લોય અમાન્ડા બેલીએ માફી માંગી.

4/5

ક્લોય આ પહેલા પણ ઘણી વખત ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર કંઇ ને કંઈક કહેતી રહે છે.

5/5

ક્લોયે હાલમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ઓસ્ટ્રેલિયામાં બાળકને જન્મ આપવાની સલાહ આપી હતી.